નીતિન મહેતાનાં કાવ્યો/શબ્દ-નિર્વાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:58, 8 February 2024

શબ્દ-નિર્વાણ




રાત્રે
પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં
મકાનની અગાસી પર બેઠાં
એમાંનું એક બારીમાંથી
ઘરમાં પ્રવેશ્યું
ને મારા બળતા નાઇટલૅમ્પ પર
આવી બેઠું
ઘરનો ફ્યૂઝ ઊડી ગયો


હું ગુમાયો છું એવી
જાહેરખબર મેં સવારે
છાપામાં વાંચી
દસ પૈસાના ચણા ફાકતો
ઘરે આવ્યો
બારણામાં જ મને મળી ગયો
પણ આડું જોઈ ઘરમાં ગયો
ટેબલ પરના પુસ્તકને ઉઘાડ્યું
તો મરેલાં પંખીઓ
ચારેબાજુ ઢગલો થઈ
પડ્યાં
મને લોહીની ઊલટી થઈ