પરકીયા/હિસયાંગ કાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હિસયાંગ કાઓ| સુરેશ જોષી}} <poem> પેલી ઝાકઝમાળ બારી આગળ બેઠેલાં...")
(No difference)

Revision as of 09:39, 3 July 2021


હિસયાંગ કાઓ

સુરેશ જોષી

પેલી ઝાકઝમાળ બારી આગળ
બેઠેલાં બે જણ કોણ છે?
હું અને મારી છાયા – અમે બે માત્ર.

દીવા જ્યારે બુઝાઈ જશે,
જ્યારે સૂઈ જવાની વેળા થાશે
જ્યારે મારી છાયા સુધ્ધાં
મને તરછોડીને

મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર
લપાઈ જશે.

એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!