ગાતાં ઝરણાં/નકામાં નયનો: Difference between revisions
Jump to navigation
Jump to search
નકામાં નયનો
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big><big>''' | <center><big><big><big>'''નકામાં નયનો'''</big></big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
રે, આ નયનો કામ ન આવ્યાં! | રે, આ નયનો કામ ન આવ્યાં! | ||
બે દીવડાએ નિત્ય પ્રકાશી અંધારાં સર્જાવ્યાં! | બે દીવડાએ નિત્ય પ્રકાશી અંધારાં સર્જાવ્યાં! |
Latest revision as of 02:48, 13 February 2024
રે, આ નયનો કામ ન આવ્યાં!
બે દીવડાએ નિત્ય પ્રકાશી અંધારાં સર્જાવ્યાં!
રે, આ નયનો કામ ન આવ્યાં!
રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યા!
રે, આ નયનો કામ ન આવ્યાં!
ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરન્તુ, પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં!
જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ
ભિક્ષુક થઈને દૃષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા!
રે, આ નયનો કામ ન આવ્યાં!
૧૩-૭-૧૯૫૩