– અને ભૌમિતિકા/અળસિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ}} <poem>અળસિયું ૧ આ અળળળળસિયાને ટેબલ પર મૂક્યું ખચ્ એક ખચ્ બે ને એમ ફૂટપટ્ટીના કપાયેલા ત્રણ અલગ અલગ ઈંચ યરલવ કક્કો વલવલતા, અલેવલે થઈ એમ જ રહી ગયા. ૨ વળી અળસિયાની વેંત લઈન...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|અળસિયું}} | ||
<poem> | |||
૧ | ૧ | ||
આ અળળળળસિયાને | આ અળળળળસિયાને | ||
Line 64: | Line 63: | ||
{{Right|૪-૯-૧૯૭૬}} | {{Right|૪-૯-૧૯૭૬}} | ||
</poem> | </poem> | ||
Latest revision as of 14:24, 17 February 2024
અળસિયું
૧
આ અળળળળસિયાને
ટેબલ પર મૂક્યું
ખચ્ એક
ખચ્ બે
ને એમ ફૂટપટ્ટીના
કપાયેલા ત્રણ અલગ અલગ ઈંચ
યરલવ કક્કો વલવલતા,
અલેવલે થઈ
એમ જ રહી ગયા.
૨
વળી અળસિયાની વેંત લઈને
તારી હથેળીને
માપવા મથું છું
પણ આ અળસિયું તો
વળી વળીને
વર્તુળ જ થઈ જાય છે વળી!
૩
‘ળ’એ અળસિયાને મોંમાં મૂકી
મોં બંધ કર્યું : અળસિયું મોંઢામાં મીંડું.
ક્ષણ પછી એણે
થર્મોમીટર કાઢીને
ટેબલ પરની પાણી ભરેલી બરણીમાં
પેન્સિલ મૂકી.
૪
આ એક અળસિયું લીધું
અ
આ બીજું અળસિયું લીધું
બ
આ ત્રીજું અળસિયું લીધું
ક
ને એમ કોરા કાગળ ઉપર
ત્રિકોણની માંડણી કરું છું
પણ અળળળ આ અળસિયાં તો અળવીતરાં!
ભૂમિતિ કે વ્યાકરણ
કાગળ પરથી લસરક લસરી જ
પડે છે ત્યાં!
પ
તારા છૂટા કેશરાશિને
તેં બાંધી દેવાની હઠ લીધી.
એક અળસિયાની ગાંઠ દઈને
એને બાંધી દેતાં
મારાં
દશ અળસિયાં હવે
એમાં અવળસવળ.
૪-૯-૧૯૭૬