મણિલાલ હ. પટેલનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
()
No edit summary
(29 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{#seo:
|title_mode= replace
|title= મણિલાલ હ. પટેલનાં કાવ્યો - Ekatra Wiki
|keywords= ગુજરાતી કવિતા, મણિલાલ હ. પટેલનાં કાવ્યો, મણિલાલ હ. પટેલ, હસિત મહેતા, અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|image= 6 Manilal Patel Kavya Title.jpg
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|locale=gu-IN
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
}}


{{BookCover
{{BookCover
Line 5: Line 19:
|editor = હસિત મહેતા<br>
|editor = હસિત મહેતા<br>
}}
}}
 
<br>
 
{{Box
|title = પ્રારંભિક
|content =
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/લેખક-પરિચય|લેખક-પરિચય]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
<br>
{{Box
|title = અનુક્રમ
|content =
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મનુ-મગનની વીતકકથા|મનુ-મગનની વીતકકથા]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે આવો|તમે આવો]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પિતાજી! સ્વપ્નમાં આવે છે|પિતાજી! સ્વપ્નમાં આવે છે]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/દુઃસ્વપ્ન|દુઃસ્વપ્ન]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સીમમાં|સીમમાં]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આવશું|આવશું]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/વાટઃ ચાર કાવ્યો|વાટઃ ચાર કાવ્યો]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/નદી|નદી]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ખેતરો|ખેતરો]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શલ્ય|શલ્ય]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મરણ તરફ|મરણ તરફ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ઉપેક્ષા|ઉપેક્ષા]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/માટી અને મેઘ|માટી અને મેઘ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તુંઃ કવિતા|તુંઃ કવિતા]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મારે તો|મારે તો]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તું...|તું...]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અમેરિકાનાં પાનખર વૃક્ષોને –|અમેરિકાનાં પાનખર વૃક્ષોને –]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...|અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કોણ છે એ...?|કોણ છે એ...?]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/હું પાછો આવીશ...|હું પાછો આવીશ...]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/(એક સાદીસીધી કવિતા)|(એક સાદીસીધી કવિતા)]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ક્યાં ગયા એ લોકો?|ક્યાં ગયા એ લોકો?]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/‘મૅર મૂઈ...’|‘મૅર મૂઈ...’]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ભીની આંખો|ભીની આંખો]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્હાડોમાં...|પ્હાડોમાં...]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/દીવો બળતો નથી|દીવો બળતો નથી]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સારણેશ્વરમાં સાંજે|સારણેશ્વરમાં સાંજે]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પોળોના પ્હાડોમાં (૩)|પોળોના પ્હાડોમાં (૩)]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કાળ|કાળ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/બારમાસા|બારમાસા]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પોળોનાં જંગલોમાં|પોળોનાં જંગલોમાં]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ|પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે ઘેર નથી|તમે ઘેર નથી]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શું હોય છે પિતાજી...?|શું હોય છે પિતાજી...?]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/વળી વતનમાં|વળી વતનમાં]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/હોવાપણું|હોવાપણું]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ગઝલ|ગઝલ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સંવનન|સંવનન]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/માણસ ઉર્ફે મણિલાલાખ્યાન|માણસ ઉર્ફે મણિલાલાખ્યાન]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આ-ગમન પછી|આ-ગમન પછી]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ગામ જવાની હઠ છોડી દે|ગામ જવાની હઠ છોડી દે]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કેડીનું ગીત|કેડીનું ગીત]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોમાસું : ગીત|ચોમાસું : ગીત]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કણબી કાવ્ય|કણબી કાવ્ય]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અવસર|અવસર]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પટેલભાઈ|પટેલભાઈ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પહેલો વરસાદ|પહેલો વરસાદ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/જાત સાથે -|જાત સાથે -]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોપાઈ|ચોપાઈ]]
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો|મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો]]
}}


 
[[Category:કાવ્યસંગ્રહ]]
== મનુ-મગનની વીતકકથા  ==
 
<poem>
કાયમની કઠણાઈ, વ્હાલા! કાયમની કઠણાઈ
મનુભાઈને માથે ખાસમ્ખાસ લખાઈ
કાયમની કઠણાઈ
ખેલ – તમાશા – નૌટંકી ને નિત્ય ભવાઈ
વ્યવસ્થાઓ એવી જડબેસલાક કરાઈ
એ ચાલે ત્યાં દશે દિશાએ
ઊભી વાટે આડા ડુંગર
આજુબાજુ ખાઈ
તળેટીઓ તરડાઈ
મનુભાઈનું જીવતર જાણે
ભડભડ બળતા દવની વચ્ચે
ઘેરાયેલાં વનડુંગર વનરાઈ
કોણ બળે ને કોણ બાળતું
કોણ ટાળતું કાયમ એને
સૂનકારની ટેકરીઓના ટોળે
અંધકારની છોળો ઠેલે
રણરેતીની ઝળહળ ઝાળે
ડાળે ઢાળે બળતી વેળ ઢળાઈ
મનુભાઈની કેડી એકલવાઈ
એના શિરે કોણ ગુજારે શું શું એ તો –
એ જાણે કે જાણે સાધુસાંઈ
કાયમની કઠણાઈ
 
જોકે, મનુભાઈને ખબર પડે છે
પિંજરમાં પૂરેલું પંખી કેમ રડે છે
કોણ સડે છે કોશેકોશે
ડાળે ડાળે ફૂલપાંદડે હોંશે
પ્રેમ જ કાયમ પોષે
માટી ફોડી માથું ઊંચકે
તરણું નિજના જોરે
કોક વરસતું ફોરેફોરે
કોક અજાણે દોરે
તો પણ અહીંયાં વિપરીત થૈને
કોણ નડે છે કાયમ માટે
અંદર જૈને અડ્યા કરે છે
દરેક ભવમાં છાતી વચ્ચે
જગ્યા કરે છે ખીલા હરદમ કાઠા
માઠામાઠા દિવસો વચ્ચે
જંપી જાવા શોધે છે એ
પળપળ શાંત સરાઈ
કાયમની કઠણાઈ... વ્હાલા...
કાંઈ ન બોલે સાંઈ...
 
કોઈ કહે છે મનુભૈ તો સારા માણસ
કોઈ ઉમેરેઃ જિદ્દી પણ છે -
સરળ લાગતો હોય ભલેને
બાંધછોડની બાબતમાં એ અઘરો જણ છે
ત્રીજો પુરુષ એકવચનમાં વાસ્તવદર્શી
સંબંધવાચક વિભક્તિમાં ભાવુક પણ છે...
સીધોસાદો માણસ છે આ મનુ મગનને નામે
ના, ના, એવો ખેલાડી તો નથી નથી, હા!
જોકે એના મનસપટલ પર
અંકાઈ છે લીટીઓ ઊભી આડી
ભોગ બન્યો છે રસમોનો એ
વણદીધેલી કસમોમાં અટવાયો છે
સાગર આ રઘવાયો...
મિત્રો કહે છેઃ રંગીન જણ છે, લ્હેર કરે છે
છૂપા વેશે વિક્રમ જેવોઃ સુખદુઃખ વાંચે
અમુક બાબતે ચક્રમ પણ છે ખૂંચેખાંચે
ઢાંચેઢાંચે નહિ ઢળનારો
હારે તો પણ નહિ વળનારો
ગમે ન એને ખોટો ધારો
સુધારાની વાતે એને સમાજ કાઢે બ્હારો
વ્હાલાં થૈને મુખ ફેરવે ઘરનાં માણસ
છાતી એની બળતું ફાનસ
દીવા જેવું એનું હોવું ઝળહળ બળતું
તો પણ એને માથે રોજ તવાઈ
પોતાનું જણ પૂછીપૂછીને રોજ કરે ખરાઈ
કાયમની કઠણાઈ...
 
ઇન્ટરવ્યૂમાં, મનુભાઈએ
‘હું તો અમથું ઝાડ હોત તો સારું’
એવી ચોખ્ખી વાત કહી છે
પીડાઓ પ્રખ્યાત સહી છે
‘સુખ તો ઊડતું પતંગિયું છે ચંચળ ચંચળ’
‘‘હોવું’ એનું નામ જ દુઃખ છે’ :  
મનુભાઈની સમજણ આવી પાક્કી છે
શમણામાં પણ સામે કાંઠે
મનુભાઈથી ના પ્હોંચાતું
કાયમ એમનું ઉધાર ખાતું
જોકે–
‘વેઠે છે એ વિકસે પણ છે’
ઉક્તિ એમણે સાચ્ચે જીવતી રાખી છે
ઝાડ થવાની ઇચ્છા એમણે
ઊંડું સમજી સાચા મનથી ચાખી છે
દાઢીમૂછમાં ઝીણું ઝીણું હસવાનું પણ ફાવે છે
અણજાણી આંખે વસવાનું ભાવે છે
મનુભાઈના મનમાં, ખરું પૂછો તો
નથી ભરાઈ જરી હવા કે રાઈ
જાણે છે એ જીવતર નામે તાર તાર તન્હાઈ
સાંઈ!
બધા ગ્રહોની વચ્ચે રમતીભમતી –
તો પણ પૃથ્વી એકલવાઈ
કાયમની કઠણાઈ...
જાણી લેવા જેવી છે આ –
માણસ કહેતાં મનુભાઈની કૈંક સીમાઓઃ
ઊનાં ઊનાં આંસુના એ માણસ છે
છેક ભીતરમાં ફરે શારડી બારે મહિના
એ પોતે પણ –
નથી કોઈના અને ક્યહીંના!
તરુવર અને પંખીઓની જેમ જ
નીરવ નીરવ ગાતાં લાગે
લીલાપીળા તેજફુવારે શાતા લાગે
તરુભૂમિ એ દેવભૂમિ છે
માટી જ્યાં અદકેરી મા છે
ગાતાં પંખી મનુભાઈની ઇચ્છાઓ છે
ખાલીખાલી કિસ્સાઓ છે બધ્ધું
‘જીવતર નામે ફોગટ લીલા’ – એવું આ ભાઈ –
છાનામાના માને એમાં
અનુભવોના કાળા કાળા હિસ્સાઓ છે...
કરે પ્રવૃત્તિ ઉમળકાથી તો પણ કહે છેઃ
અર્થ વગરના આંટાફેરા ભંગુર ભંગુર
હોવું પણ છે હાથ વગરનું ચપટીક બપટીક...
સમ્બન્ધોને પોલા કહે છે
સગપણ એ તો –
દાઝ્યા ઉપર ડામ તથા ફરફૉલા કહે છે
મનુભાઈમાં અક્કલ જેવું જરી ના લાગે
આ ઑમ બોબડું
ખાલીખાલી વાગે છે અહીં
ખાલીપીલી ખેલ–તમાશા–
નૌટંકી ને નિત્ય ભવાઈ
શૉર કરે શરણાઈ
કાયમની કઠણાઈ, વ્હાલા
કાયમની કઠણાઈ...
</poem>
 
== તમે આવો ==
 
<poem>
વૃક્ષોની હથેળીઓમાં વૈશાખી તડકો
હજી હમણાં જ ખોબો વાળતાં શીખેલાં –
કાંચનારને પાંદડે પાંદડે હેતની હેલી
આંગણામાં હંસો ઊતરી આવ્યા છે
જૂઈ જાઈ ને ચમેલી ઘેલી ઘેલી
રતુંબડી પીપળ કૂંપળ ચળક ચળક
પર્પલ પૃથ્વી પુષ્પિત પળ પળ
કોયલ વેલનાં વાદળી ફૂલમાં રમે
આસમાની આશાનું આકાશ.
 
તમે સાંભળો છો? તમે ત્યાં નથી –
જ્યાં તમે છો! તમે તો અહીં છો –
આ મ્હૉરી ઊઠેલી મોગરવેલની કળીઓમાં
ટગરીની વિસ્મયચકિત આંખોમાં
ગાંડાતૂર ડમરાની તોફાની સુગંધોમાં
કૂંપળે કૂંપળે પ્રસન્નતા વ્હેંચતી
સવારની ભૂરીભૂખરી પાંખોમાં... તમે –
આ આંગણામાં તડકોછાંયો કોમળ મુકુલ
ફરફરતું દુકુલ... રગરગમાં તરુવર તમે!
 
ગુલમ્હોરે કેસરિયાં કર્યાં છે
સ્વાગતમાં ઊભા છે મશાલચી સોનમ્હોર
બપોરી તડકાને હંફાવતા ગરમાળા
છાંયડાથી ભીંજાતી જાય છે સડકો
તમે આવો પુનઃ ને અડકો
જૌહર કરતી વેળાઓને કાંઠે –
જન્માંતરોથી બેઠો છું – હું એકલો...!
</poem>
 
== પિતાજી! સ્વપ્નમાં આવે છે ==
 
<poem>
ખાલી ખાલી ખાટલાઓથી ભરેલી
સૂમસામ પડસાળ વચ્ચે એકલા બેસીને
કોઈની વાટ જોતા પિતાજી સ્વપ્નમાં આવે છે...
ગામ જવાની હઠ હજી એટલે છૂટતી નથી!
પિતાજીએ ઉછેરેલા આંબા હવે ફળતા નથી
ઝાંખીપાંખી સ્મૃતિ જેવા એ ઊભા છે હજી—!
પિતાજીની વાટ જોતા ખાલી ઘર જેવા!!
ડૂમો હજી ઓગળતો નથી ભેખડ જેવો.
 
વ્હાલની વેળાઓ, વાડામાં તડકે સૂકવેલા
પાપડની જેમ સુકાઈ ગઈ... અમને કદીય–
બાથમાં નહિ લઈ શકેલા બાપા; અને,
એમને કદી પણ અડકી નહીં શકેલાં અમે...!
સ્વપ્નમાં ભીની આંખે જોઈ રહે છે પિતાજી!
ત્યારે નહિ સમજાયેલી એમની વિધુર વેદનાઓ;
બહુ છેટું પડી ગયું છે એમણે પૂરેલાં ધાનથી...!
 
વાડાનાં વૃક્ષો હવે સંવાદ કરતાં નથી
રાતની ચાદર પર આગિયા ભરત ભરતા નથી
નથી આવતા સાપ થઈને પૂર્વજો ઘર સાચવવા
ખેતરોની મુઠ્ઠી ખુલ્લી પડી ગઈ છે
આવતાં નથી વખતનાં વાવાઝોડાં હવે
બોલતું નથી ડરામણું ઘુવડ
સંભળાતી નથી શિયાળવાંની લાળી...!
 
છત અને મોભ વગરના ઘરમાં રાતવાસો કરું... ડરું!
અઘરું હોય છે પિતાજી થવું...
સમજણની પીડાઓનું પોટલું લઈને
ગામ જાઉં છું.. પાછો વળું છું પોટલું લઈને–
પિતાજી હજી સ્વપ્નમાં આવે છે-ઉત્સુક
હું જોઈ રહું છું. વાવાઝોડા પછીની શાંતિ
– એમની આંખોમાં!!
</poem>
 
== દુઃસ્વપ્ન ==
 
<poem>
ગામ પાછું સપનામાં આવ્યું છે :
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે...
 
આંબલીના પોલા થડમાંથી સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે...
 
વચલા ફળિયાના પીપળ–ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગૂપચૂપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજું રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે...
 
રમજુડા ભૂવાએ ધૂણી ધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યો છે
અંધારું મને નેળિયા બ્હાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે - અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું : પરસેવે રેબઝેબ...!!
</poem>
 
== સીમમાં ==
 
<poem>
તડકો અને હું : બન્ને બેઠા છીએ ક્યારીમાં
દૂર સુધી જંપી ગઈ છે ઇચ્છાઓ
પેલું પ્હાડની કૂખમાં મારું ગામ—
પોરો ખાતા ગોધણ જેવું ધરતીજડ્યું!
 
અમને અડી અડીને નીરવતા લીલી
ચઢી જાય દૂર પેલી ટેકરીઓના ઢાળ
હસ્તધૂનન કરતા શેઢાઓ મસ્તીખોર
વળી વળીને મળી જાય
મળી મળીને વળી જાય પાછા...
 
ઘાસ જાણે મનોરથ માટીના
સાગ માથે મુગટ મ્હોર્યો
મૂછ ફૂટી મકાઈનાં મર્દ ખેતરો
ઊંચાં થઈ થઈને જુવે
ભીનેવાન ખીલતી બાજરીને બેઘડી!
નાભિ નીચે જાગે અગ્નિ
કોમળ કમર જેવો વળાંક લેતી નદી...
 
છાંયડા લંબાવતાં વૃક્ષો પાછળ
સંતાતો સૂરજ રતુંબડી સહી કરી
સાંજને સીમનો ચાર્જ સોંપી
ચાલ્યો જાય અસીમની ઓ પાર!
 
સારસ યુગલ છેલ્લો ટહુકો કરી ઊડી
જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ
પડખું ફરી જાય પૃથ્વી!!
</poem>

Revision as of 02:51, 18 February 2024



6 Manilal Patel Kavya Title.jpg


મણિલાલ હ. પટેલનાં કાવ્યો

સંપાદક: હસિત મહેતા


પ્રારંભિક


અનુક્રમ