|
|
(28 intermediate revisions by 3 users not shown) |
Line 1: |
Line 1: |
| | {{#seo: |
| | |title_mode= replace |
| | |title= મણિલાલ હ. પટેલનાં કાવ્યો - Ekatra Wiki |
| | |keywords= ગુજરાતી કવિતા, મણિલાલ હ. પટેલનાં કાવ્યો, મણિલાલ હ. પટેલ, હસિત મહેતા, અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય |
| | |description=This is home page for this wiki |
| | |image= 6 Manilal Patel Kavya Title.jpg |
| | |image_alt=Wiki Logo |
| | |site_name=Ekatra Wiki |
| | |locale=gu-IN |
| | |type=website |
| | |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} |
| | }} |
| | |
| | |
|
| |
|
| {{BookCover | | {{BookCover |
Line 5: |
Line 19: |
| |editor = હસિત મહેતા<br> | | |editor = હસિત મહેતા<br> |
| }} | | }} |
| | | <br> |
| | | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/લેખક-પરિચય|લેખક-પરિચય]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | }} |
| | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મનુ-મગનની વીતકકથા|મનુ-મગનની વીતકકથા]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે આવો|તમે આવો]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પિતાજી! સ્વપ્નમાં આવે છે|પિતાજી! સ્વપ્નમાં આવે છે]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/દુઃસ્વપ્ન|દુઃસ્વપ્ન]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સીમમાં|સીમમાં]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આવશું|આવશું]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/વાટઃ ચાર કાવ્યો|વાટઃ ચાર કાવ્યો]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/નદી|નદી]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ખેતરો|ખેતરો]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શલ્ય|શલ્ય]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મરણ તરફ|મરણ તરફ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ઉપેક્ષા|ઉપેક્ષા]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/માટી અને મેઘ|માટી અને મેઘ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તુંઃ કવિતા|તુંઃ કવિતા]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મારે તો|મારે તો]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તું...|તું...]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અમેરિકાનાં પાનખર વૃક્ષોને –|અમેરિકાનાં પાનખર વૃક્ષોને –]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...|અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કોણ છે એ...?|કોણ છે એ...?]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/હું પાછો આવીશ...|હું પાછો આવીશ...]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/(એક સાદીસીધી કવિતા)|(એક સાદીસીધી કવિતા)]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ક્યાં ગયા એ લોકો?|ક્યાં ગયા એ લોકો?]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/‘મૅર મૂઈ...’|‘મૅર મૂઈ...’]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ભીની આંખો|ભીની આંખો]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્હાડોમાં...|પ્હાડોમાં...]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/દીવો બળતો નથી|દીવો બળતો નથી]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સારણેશ્વરમાં સાંજે|સારણેશ્વરમાં સાંજે]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પોળોના પ્હાડોમાં (૩)|પોળોના પ્હાડોમાં (૩)]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કાળ|કાળ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/બારમાસા|બારમાસા]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પોળોનાં જંગલોમાં|પોળોનાં જંગલોમાં]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ|પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/તમે ઘેર નથી|તમે ઘેર નથી]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શું હોય છે પિતાજી...?|શું હોય છે પિતાજી...?]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/વળી વતનમાં|વળી વતનમાં]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/હોવાપણું|હોવાપણું]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ગઝલ|ગઝલ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સંવનન|સંવનન]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/માણસ ઉર્ફે મણિલાલાખ્યાન|માણસ ઉર્ફે મણિલાલાખ્યાન]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આ-ગમન પછી|આ-ગમન પછી]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ગામ જવાની હઠ છોડી દે|ગામ જવાની હઠ છોડી દે]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કેડીનું ગીત|કેડીનું ગીત]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોમાસું : ગીત|ચોમાસું : ગીત]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કણબી કાવ્ય|કણબી કાવ્ય]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અવસર|અવસર]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પટેલભાઈ|પટેલભાઈ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પહેલો વરસાદ|પહેલો વરસાદ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/જાત સાથે -|જાત સાથે -]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોપાઈ|ચોપાઈ]] |
| | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો|મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો]] |
| | }} |
|
| |
|
| | | [[Category:કાવ્યસંગ્રહ]] |
| == મનુ-મગનની વીતકકથા ==
| |
| | |
| <poem>
| |
| કાયમની કઠણાઈ, વ્હાલા! કાયમની કઠણાઈ
| |
| મનુભાઈને માથે ખાસમ્ખાસ લખાઈ
| |
| કાયમની કઠણાઈ
| |
| ખેલ – તમાશા – નૌટંકી ને નિત્ય ભવાઈ
| |
| વ્યવસ્થાઓ એવી જડબેસલાક કરાઈ
| |
| એ ચાલે ત્યાં દશે દિશાએ
| |
| ઊભી વાટે આડા ડુંગર
| |
| આજુબાજુ ખાઈ
| |
| તળેટીઓ તરડાઈ
| |
| મનુભાઈનું જીવતર જાણે
| |
| ભડભડ બળતા દવની વચ્ચે
| |
| ઘેરાયેલાં વનડુંગર વનરાઈ
| |
| કોણ બળે ને કોણ બાળતું
| |
| કોણ ટાળતું કાયમ એને
| |
| સૂનકારની ટેકરીઓના ટોળે
| |
| અંધકારની છોળો ઠેલે
| |
| રણરેતીની ઝળહળ ઝાળે
| |
| ડાળે ઢાળે બળતી વેળ ઢળાઈ
| |
| મનુભાઈની કેડી એકલવાઈ
| |
| એના શિરે કોણ ગુજારે શું શું એ તો –
| |
| એ જાણે કે જાણે સાધુસાંઈ
| |
| કાયમની કઠણાઈ
| |
| | |
| જોકે, મનુભાઈને ખબર પડે છે
| |
| પિંજરમાં પૂરેલું પંખી કેમ રડે છે
| |
| કોણ સડે છે કોશેકોશે
| |
| ડાળે ડાળે ફૂલપાંદડે હોંશે
| |
| પ્રેમ જ કાયમ પોષે
| |
| માટી ફોડી માથું ઊંચકે
| |
| તરણું નિજના જોરે
| |
| કોક વરસતું ફોરેફોરે
| |
| કોક અજાણે દોરે
| |
| તો પણ અહીંયાં વિપરીત થૈને
| |
| કોણ નડે છે કાયમ માટે
| |
| અંદર જૈને અડ્યા કરે છે
| |
| દરેક ભવમાં છાતી વચ્ચે
| |
| જગ્યા કરે છે ખીલા હરદમ કાઠા
| |
| માઠામાઠા દિવસો વચ્ચે
| |
| જંપી જાવા શોધે છે એ
| |
| પળપળ શાંત સરાઈ
| |
| કાયમની કઠણાઈ... વ્હાલા...
| |
| કાંઈ ન બોલે સાંઈ...
| |
| | |
| કોઈ કહે છે મનુભૈ તો સારા માણસ
| |
| કોઈ ઉમેરેઃ જિદ્દી પણ છે -
| |
| સરળ લાગતો હોય ભલેને
| |
| બાંધછોડની બાબતમાં એ અઘરો જણ છે
| |
| ત્રીજો પુરુષ એકવચનમાં વાસ્તવદર્શી
| |
| સંબંધવાચક વિભક્તિમાં ભાવુક પણ છે...
| |
| સીધોસાદો માણસ છે આ મનુ મગનને નામે
| |
| ના, ના, એવો ખેલાડી તો નથી નથી, હા!
| |
| જોકે એના મનસપટલ પર
| |
| અંકાઈ છે લીટીઓ ઊભી આડી
| |
| ભોગ બન્યો છે રસમોનો એ
| |
| વણદીધેલી કસમોમાં અટવાયો છે
| |
| સાગર આ રઘવાયો...
| |
| મિત્રો કહે છેઃ રંગીન જણ છે, લ્હેર કરે છે
| |
| છૂપા વેશે વિક્રમ જેવોઃ સુખદુઃખ વાંચે
| |
| અમુક બાબતે ચક્રમ પણ છે ખૂંચેખાંચે
| |
| ઢાંચેઢાંચે નહિ ઢળનારો
| |
| હારે તો પણ નહિ વળનારો
| |
| ગમે ન એને ખોટો ધારો
| |
| સુધારાની વાતે એને સમાજ કાઢે બ્હારો
| |
| વ્હાલાં થૈને મુખ ફેરવે ઘરનાં માણસ
| |
| છાતી એની બળતું ફાનસ
| |
| દીવા જેવું એનું હોવું ઝળહળ બળતું
| |
| તો પણ એને માથે રોજ તવાઈ
| |
| પોતાનું જણ પૂછીપૂછીને રોજ કરે ખરાઈ
| |
| કાયમની કઠણાઈ...
| |
| | |
| ઇન્ટરવ્યૂમાં, મનુભાઈએ
| |
| ‘હું તો અમથું ઝાડ હોત તો સારું’
| |
| એવી ચોખ્ખી વાત કહી છે
| |
| પીડાઓ પ્રખ્યાત સહી છે
| |
| ‘સુખ તો ઊડતું પતંગિયું છે ચંચળ ચંચળ’
| |
| ‘‘હોવું’ એનું નામ જ દુઃખ છે’ :
| |
| મનુભાઈની સમજણ આવી પાક્કી છે
| |
| શમણામાં પણ સામે કાંઠે
| |
| મનુભાઈથી ના પ્હોંચાતું
| |
| કાયમ એમનું ઉધાર ખાતું
| |
| જોકે–
| |
| ‘વેઠે છે એ વિકસે પણ છે’
| |
| ઉક્તિ એમણે સાચ્ચે જીવતી રાખી છે
| |
| ઝાડ થવાની ઇચ્છા એમણે
| |
| ઊંડું સમજી સાચા મનથી ચાખી છે
| |
| દાઢીમૂછમાં ઝીણું ઝીણું હસવાનું પણ ફાવે છે
| |
| અણજાણી આંખે વસવાનું ભાવે છે
| |
| મનુભાઈના મનમાં, ખરું પૂછો તો
| |
| નથી ભરાઈ જરી હવા કે રાઈ
| |
| જાણે છે એ જીવતર નામે તાર તાર તન્હાઈ
| |
| સાંઈ!
| |
| બધા ગ્રહોની વચ્ચે રમતીભમતી –
| |
| તો પણ પૃથ્વી એકલવાઈ
| |
| કાયમની કઠણાઈ...
| |
| જાણી લેવા જેવી છે આ –
| |
| માણસ કહેતાં મનુભાઈની કૈંક સીમાઓઃ
| |
| ઊનાં ઊનાં આંસુના એ માણસ છે
| |
| છેક ભીતરમાં ફરે શારડી બારે મહિના
| |
| એ પોતે પણ –
| |
| નથી કોઈના અને ક્યહીંના!
| |
| તરુવર અને પંખીઓની જેમ જ
| |
| નીરવ નીરવ ગાતાં લાગે
| |
| લીલાપીળા તેજફુવારે શાતા લાગે
| |
| તરુભૂમિ એ દેવભૂમિ છે
| |
| માટી જ્યાં અદકેરી મા છે
| |
| ગાતાં પંખી મનુભાઈની ઇચ્છાઓ છે
| |
| ખાલીખાલી કિસ્સાઓ છે બધ્ધું
| |
| ‘જીવતર નામે ફોગટ લીલા’ – એવું આ ભાઈ –
| |
| છાનામાના માને એમાં
| |
| અનુભવોના કાળા કાળા હિસ્સાઓ છે...
| |
| કરે પ્રવૃત્તિ ઉમળકાથી તો પણ કહે છેઃ
| |
| અર્થ વગરના આંટાફેરા ભંગુર ભંગુર
| |
| હોવું પણ છે હાથ વગરનું ચપટીક બપટીક...
| |
| સમ્બન્ધોને પોલા કહે છે
| |
| સગપણ એ તો –
| |
| દાઝ્યા ઉપર ડામ તથા ફરફૉલા કહે છે
| |
| મનુભાઈમાં અક્કલ જેવું જરી ના લાગે
| |
| આ ઑમ બોબડું
| |
| ખાલીખાલી વાગે છે અહીં
| |
| ખાલીપીલી ખેલ–તમાશા–
| |
| નૌટંકી ને નિત્ય ભવાઈ
| |
| શૉર કરે શરણાઈ
| |
| કાયમની કઠણાઈ, વ્હાલા
| |
| કાયમની કઠણાઈ...
| |
| </poem>
| |
| | |
| == તમે આવો ==
| |
| | |
| <poem>
| |
| વૃક્ષોની હથેળીઓમાં વૈશાખી તડકો
| |
| હજી હમણાં જ ખોબો વાળતાં શીખેલાં –
| |
| કાંચનારને પાંદડે પાંદડે હેતની હેલી
| |
| આંગણામાં હંસો ઊતરી આવ્યા છે
| |
| જૂઈ જાઈ ને ચમેલી ઘેલી ઘેલી
| |
| રતુંબડી પીપળ કૂંપળ ચળક ચળક
| |
| પર્પલ પૃથ્વી પુષ્પિત પળ પળ
| |
| કોયલ વેલનાં વાદળી ફૂલમાં રમે
| |
| આસમાની આશાનું આકાશ.
| |
| | |
| તમે સાંભળો છો? તમે ત્યાં નથી –
| |
| જ્યાં તમે છો! તમે તો અહીં છો –
| |
| આ મ્હૉરી ઊઠેલી મોગરવેલની કળીઓમાં
| |
| ટગરીની વિસ્મયચકિત આંખોમાં
| |
| ગાંડાતૂર ડમરાની તોફાની સુગંધોમાં
| |
| કૂંપળે કૂંપળે પ્રસન્નતા વ્હેંચતી
| |
| સવારની ભૂરીભૂખરી પાંખોમાં... તમે –
| |
| આ આંગણામાં તડકોછાંયો કોમળ મુકુલ
| |
| ફરફરતું દુકુલ... રગરગમાં તરુવર તમે!
| |
| | |
| ગુલમ્હોરે કેસરિયાં કર્યાં છે
| |
| સ્વાગતમાં ઊભા છે મશાલચી સોનમ્હોર
| |
| બપોરી તડકાને હંફાવતા ગરમાળા
| |
| છાંયડાથી ભીંજાતી જાય છે સડકો
| |
| તમે આવો પુનઃ ને અડકો
| |
| જૌહર કરતી વેળાઓને કાંઠે –
| |
| જન્માંતરોથી બેઠો છું – હું એકલો...!
| |
| </poem>
| |
| | |
| == પિતાજી! સ્વપ્નમાં આવે છે ==
| |
| | |
| <poem>
| |
| ખાલી ખાલી ખાટલાઓથી ભરેલી
| |
| સૂમસામ પડસાળ વચ્ચે એકલા બેસીને
| |
| કોઈની વાટ જોતા પિતાજી સ્વપ્નમાં આવે છે...
| |
| ગામ જવાની હઠ હજી એટલે છૂટતી નથી!
| |
| પિતાજીએ ઉછેરેલા આંબા હવે ફળતા નથી
| |
| ઝાંખીપાંખી સ્મૃતિ જેવા એ ઊભા છે હજી—!
| |
| પિતાજીની વાટ જોતા ખાલી ઘર જેવા!!
| |
| ડૂમો હજી ઓગળતો નથી ભેખડ જેવો.
| |
| | |
| વ્હાલની વેળાઓ, વાડામાં તડકે સૂકવેલા
| |
| પાપડની જેમ સુકાઈ ગઈ... અમને કદીય–
| |
| બાથમાં નહિ લઈ શકેલા બાપા; અને,
| |
| એમને કદી પણ અડકી નહીં શકેલાં અમે...!
| |
| સ્વપ્નમાં ભીની આંખે જોઈ રહે છે પિતાજી!
| |
| ત્યારે નહિ સમજાયેલી એમની વિધુર વેદનાઓ;
| |
| બહુ છેટું પડી ગયું છે એમણે પૂરેલાં ધાનથી...!
| |
| | |
| વાડાનાં વૃક્ષો હવે સંવાદ કરતાં નથી
| |
| રાતની ચાદર પર આગિયા ભરત ભરતા નથી
| |
| નથી આવતા સાપ થઈને પૂર્વજો ઘર સાચવવા
| |
| ખેતરોની મુઠ્ઠી ખુલ્લી પડી ગઈ છે
| |
| આવતાં નથી વખતનાં વાવાઝોડાં હવે
| |
| બોલતું નથી ડરામણું ઘુવડ
| |
| સંભળાતી નથી શિયાળવાંની લાળી...!
| |
| | |
| છત અને મોભ વગરના ઘરમાં રાતવાસો કરું... ડરું!
| |
| અઘરું હોય છે પિતાજી થવું...
| |
| સમજણની પીડાઓનું પોટલું લઈને
| |
| ગામ જાઉં છું.. પાછો વળું છું પોટલું લઈને–
| |
| પિતાજી હજી સ્વપ્નમાં આવે છે-ઉત્સુક
| |
| હું જોઈ રહું છું. વાવાઝોડા પછીની શાંતિ
| |
| – એમની આંખોમાં!!
| |
| </poem>
| |
| | |
| == દુઃસ્વપ્ન ==
| |
| | |
| <poem>
| |
| ગામ પાછું સપનામાં આવ્યું છે :
| |
| હવડ કૂવામાંથી નીકળેલી રાતે
| |
| મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
| |
| અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
| |
| હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
| |
| રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે...
| |
| | |
| આંબલીના પોલા થડમાંથી સજીધજીને
| |
| વરણાગી વંતરી બ્હાર નીકળી છે
| |
| પડછાયા એનો પ્હેરો ભરે છે
| |
| સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
| |
| મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે...
| |
| | |
| વચલા ફળિયાના પીપળ–ચોરે
| |
| દેવલોક પામેલા ભાભાઓ
| |
| પડછાયા પ્હેરીને ગૂપચૂપ બેઠા છે
| |
| જાવલી ડાકણ કોઈનું કાળજું રાંધીને
| |
| હમણાં જ ખાવા બેઠી છે...
| |
| | |
| રમજુડા ભૂવાએ ધૂણી ધૂણીને છેવટે
| |
| લંગડા ભૂતને ગાગરમાં પૂર્યો છે
| |
| અંધારું મને નેળિયા બ્હાર લાવે છે
| |
| કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
| |
| ઘોડાના ડાબલા ગાજે છે - અચાનક
| |
| ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
| |
| હું જાગી જાઉં છું : પરસેવે રેબઝેબ...!!
| |
| </poem>
| |
| | |
| == સીમમાં ==
| |
| | |
| <poem>
| |
| તડકો અને હું : બન્ને બેઠા છીએ ક્યારીમાં
| |
| દૂર સુધી જંપી ગઈ છે ઇચ્છાઓ
| |
| પેલું પ્હાડની કૂખમાં મારું ગામ—
| |
| પોરો ખાતા ગોધણ જેવું ધરતીજડ્યું!
| |
| | |
| અમને અડી અડીને નીરવતા લીલી
| |
| ચઢી જાય દૂર પેલી ટેકરીઓના ઢાળ
| |
| હસ્તધૂનન કરતા શેઢાઓ મસ્તીખોર
| |
| વળી વળીને મળી જાય
| |
| મળી મળીને વળી જાય પાછા...
| |
| | |
| ઘાસ જાણે મનોરથ માટીના
| |
| સાગ માથે મુગટ મ્હોર્યો
| |
| મૂછ ફૂટી મકાઈનાં મર્દ ખેતરો
| |
| ઊંચાં થઈ થઈને જુવે
| |
| ભીનેવાન ખીલતી બાજરીને બેઘડી!
| |
| નાભિ નીચે જાગે અગ્નિ
| |
| કોમળ કમર જેવો વળાંક લેતી નદી...
| |
| | |
| છાંયડા લંબાવતાં વૃક્ષો પાછળ
| |
| સંતાતો સૂરજ રતુંબડી સહી કરી
| |
| સાંજને સીમનો ચાર્જ સોંપી
| |
| ચાલ્યો જાય અસીમની ઓ પાર!
| |
| | |
| સારસ યુગલ છેલ્લો ટહુકો કરી ઊડી
| |
| જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ
| |
| પડખું ફરી જાય પૃથ્વી!!
| |
| </poem>
| |
| | |
| == આવશું ==
| |
| | |
| <poem>
| |
| અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
| |
| ધોધમાર, ઝરમર, ફુહાર વળી વીજળી ને વાછંટો લાવશું
| |
| {{Space}}{{Space}} કોકવાર તારે મલક...
| |
| | |
| {{Space}} પ્હાડોને પાદરનો નોખો વરસાદ -
| |
| {{Space}}{{Space}} એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
| |
| {{Space}} ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેંકાય
| |
| {{Space}}{{Space}} પછી શેઢાનું શાણપણ ભણવાનું હોય નહીં
| |
| | |
| ઘર આગળ મોગરો; ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
| |
| {{Space}}{{Space}} કોકવાર તારે મલક....
| |
| | |
| {{Space}} વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
| |
| {{Space}}{{Space}} પંખીઓ તારામાં અટકળને ગાશે
| |
| {{Space}} બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
| |
| {{Space}}{{Space}} ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
| |
| | |
| માયાળું લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું?
| |
| અણધાર્યા અષાઢી મેઘ જેમ કોકવાર તારે મલક ચઢી આવશું
| |
| </poem>
| |