યોગેશ જોષીની કવિતા/તડકાનો ટુકડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+)
 
(No difference)

Latest revision as of 05:41, 19 February 2024

તડકાનો ટુકડો

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું....

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો.
મારી રૂમમાં....

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ...