યોગેશ જોષીની કવિતા/મૃગજળ સૂરજને પી ગયું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+)
 
(No difference)

Latest revision as of 05:54, 19 February 2024

મૃગજળ સૂરજને પી ગયું!

કૈં યુગોથી કેટલું તરસ્યું થયું;
છેવટે મૃગજળ સૂરજને પી ગયું!

હાથમાં ખાડો કરી દાટી તરસ,
થોર જેવું ટેરવે ફૂટી ગયું!

ફક્ત કો’ ખરતા પીંછાના ભારથી,
આભ આખું એકદમ ડૂબી ગયું!

સ્લેટ મેં હમણાં જ તો કોરી કરી;
કોણ આવી શૂન્યને ઘૂંટી ગયું?!

મોત આવ્યું’તું પવનનું રૂપ લઈ,
આંસુ જેવી હસ્તીને લૂછી ગયું!