યોગેશ જોષીની કવિતા/ટોરન્ટોમાં વિન્ટર: Difference between revisions
Jump to navigation
Jump to search
ટોરન્ટોમાં વિન્ટર
(+1) |
(No difference)
|
Latest revision as of 00:01, 20 February 2024
થીજી
જઈને
બરફ થઈ ગયેલી
હંબર નદી;
ઢાળ-ઢોળાવ-મેદાનો;
બાગ-બગીચા-આંગણ-બૅકયાર્ડ...
બધે બધે બધે જ
બરફના ઢગલેઢગલા...
બરફનાં
થીજેલાં મોજાંઓ વચ્ચે
તરે
બધાં ઘર....!
ઘર ઘરને
તાવ ચડ્યો કે શું?!
ઘર ઘરના
માથે
બરફનાં પોતાં!
મીઠું નાખીને
બરફ ખસેડેલા
નગર નગરના રસ્તા બધા
જાણે
લાંબા લાં...બા....
સળવળતા નાગ!
શિયાળો
કરે છે શું
બરફ-મંથન?!