યોગેશ જોષીની કવિતા/એક તારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:15, 20 February 2024

એક તારો

ફેંદી કાઢ્યું
આખુંયે આકાશ.
ખોબે
ખોબે
ઉલેચી કાઢ્યો
બધોયે
અંધકાર...
છતાં
જડ્યો નહિ
એક તારો...
અંતે
નીરખ્યા કર્યું
તારી આંખોમાં..