યોગેશ જોષીની કવિતા/ધતૂરો: Difference between revisions
Jump to navigation
Jump to search
ધતૂરો
(+1) |
(No difference)
|
Latest revision as of 00:32, 20 February 2024
કોઈ મને
ઘરના
કે
નગરના
બગીચામાં
ન રોપે
તો કંઈ નહિ;
પ્રિયજનને
ભલે આપે
ગુલાબ
કે અન્ય ફૂલો...
મારે તો
મારો વગડો ભલો
ને
મારા શિવ.
ૐ
નમઃ
શિવાય...