વિનોદ જોશીનાં કાવ્યો/સૂડી વચ્ચે સોપારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:19, 21 February 2024

સૂડી વચ્ચે સોપારી

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
         કબણી દે ધતૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
         પાલવમાં ઢબૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને..
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
         ચડ્યો રે ડટૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...