સંજુ વાળાનાં કાવ્યો/પ્રથમ વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:29, 21 February 2024

પ્રથમ વરસાદ

સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર

સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર

સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અઠિંગો
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર

સખિયન ! કંઠ કૂંપળવત્ ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
સખિયન ! તળાવ તિરાડો હરખદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી) મર્મર