હરીશ મીનાશ્રુની કવિતા/ત્રિપદી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 23:58, 26 February 2024

ત્રિપદી

થરથર કેસરકિરણ પરોઢે
પ્રિયજન અરસપરસને ઓઢે
તેજકટારી તૃણની પત્તી
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે


સરગમમાં તેતર ને સૂડા
વાજીંતર : રાતાં કેસૂડાં
પલાશમાં ને ભીમપલાશમાં
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા


ગુંજાફળના દીપ પ્રજાળી
જળઝીંગોર ઝરે દ્રુમડાળી
મેઘફૂલથી તોળ્યા મઘમઘ
સવા વાલ કેવળ વનમાળી