હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની: Difference between revisions
Jump to navigation
Jump to search
કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની
(+1) |
(No difference)
|
Latest revision as of 00:29, 27 February 2024
પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું
શુભ્રમાં સ્યાહીની રજ મૂકીને નજરાણું ધરું
તત્પુરુષો દૂંટીએ ઢનું કમલ ધારણ કરે
પાંખડી આરૂઢ હું રઢિયાળ ધિંગાણું કરું
બુંદ ઝાકળનું જરી ફોલું તો પર્જન્યો જડે
રજકણે પિંગળ પૂરી વ્યાકુળ વીજાણુ કરું
લે કનકની ભોમ ને વિદ્રમના ખંભો તજી
આ ચણોઠીના કી૨મજી ઘરમાં ઠેકાણું કરું
કે વધેલા નખથી ખોતરતો નભસ્માં દિગ્ગઝલ
ઝૂમખું નક્ષત્રથી કાગળનું તરભાણું ભરું
સ્પર્શથી સુંદરધ્રિબાંગે શેર મક્તાનો કથ્યો
ફૂંક મારીને પ્રજળતું ચંદ્રનું છાણું કરું