હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણઃ મનહર મોદી: Difference between revisions
Jump to navigation
Jump to search
પુણ્ય સ્મરણઃ મનહર મોદી
(+1) |
(No difference)
|
Revision as of 01:03, 27 February 2024
'એથી વિશેષ ખોટ કશી હોય તો કહો
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં?
તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર
એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં?
એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા
પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં?
ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે
મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં?
કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી
પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં?
સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે
ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં?
જન્નતની યાદીમાંથી કમી નામ અમારું
ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં?
નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું
સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં?
અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું
મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં?