દલપત પઢિયારની કવિતા/રાજગરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:31, 1 March 2024

રાજગરો

રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો!
હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો!
          કોણે રંગ ઉમેર્યા?
          ક્યાંથી અમથું અમથું લે’ર્યા?
સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો!
રાજગરાને વણછે વધતો રોકોજી,
રાજગરાને ભોંય બરાબર રાખોજી,
          રાજગરાનાં પાન
રણમાં તરતાં નીકળ્યાં કોણ?
સૈયર! લે’ર્યો મોર્યો લીલું કંચન રાજગરો!
રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યોજી,
રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી,
          રાજગરાનાં ફૂલ
          રાતી ચનોખડીનાં મૂલ
સૈયર! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો!
રાજગરાને આરણ-કારણ રાખોજી
રાજગરાને વેરણ-છેરણ નાખોજી
          રાજગરાનો છોડ
          અમને ઘેન ચડ્યું ઘનઘોર
સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો!