મનોહર ત્રિવેદીનાં કાવ્યો/દરિયો મળ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
દરિયો મળ્યો
(+1) |
(No difference)
|
Latest revision as of 00:20, 5 March 2024
પત્રમાં દરિયો મળ્યો, કોરો મળ્યો
આજ લીલા શબ્દમાં ભડકો મળ્યો
હાથમાં પળવાર પરપોટો મળ્યો
એક અન્તિમ શ્વાસનો ફોટો મળ્યો
આંસુઓ રોકાય શે આ આંખમાં?
પાંપણો પાસેથી હડસેલો મળ્યો
તું ભલે બોલે નહીં પણ દૃષ્ટિથી
જાણભેદુ એ જ હોંકારો મળ્યો
મેં નથી જોયો મનોહર તે છતાં
ગઝલમાં કાંઈક અણસારો મળ્યો
આ મનોહર આ મનોહર આ રહ્યો
હાથ પસવાર્યો અને તક્તો મળ્યો