કંસારા બજાર/પાણી એટલે?: Difference between revisions
Jump to navigation
Jump to search
પાણી એટલે?
(+1) |
(No difference)
|
Latest revision as of 23:55, 21 March 2024
એક દરિયાઈ પંખી,
ખબર નહીં, એને શું થયું,
કે એણે ધીમેથી પાંખો સંકોરી લીધી,
અને દરિયાનાં મોજાં સાથે ભળી ગયું.
ખડક સાથે અથડાઈને.
ફીણ ફીણ થતાં એ પંખીને હું જોઈ રહી,
જળસૃષ્ટિ ૫૨ આખું જીવન ઊડતા રહેવા છતાં
જળને ઓળખી ન શકનાર એ પંખીએ.
શું આજે જાણી લીધાં હશે, જળને?
હું ઊભી થઈને, દરિયાના પાણીનો
ખોબો ભરી
એક ઘૂંટ, ગળા નીચે ઉતારું છું.