(8 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |

| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}| | | |
| {{Poem2Open}}
| | {{Box |
| {{color|blue|બહેન અને બાપુજીને}}
| | |title = પ્રારંભિક |
| {{Poem2Close}}
| | |content = |
| | * [[છંદોલય ૧૯૪૯/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[છંદોલય ૧૯૪૯/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[છંદોલય ૧૯૪૯/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[છંદોલય ૧૯૪૯/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| == જાગૃતિ == | | {{Box |
| <poem>
| | |title = અનુક્રમ |
| છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
| | |content =* [[છંદોલય ૧૯૪૯/જાગૃતિ|જાગૃતિ]] |
| દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
| | * [[છંદોલય ૧૯૪૯/સ્વપ્ન|સ્વપ્ન]] |
| વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
| | * [[છંદોલય ૧૯૪૯/અકારણે|અકારણે]] |
| વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
| | * [[છંદોલય ૧૯૪૯/અગનગીત|અગનગીત]] |
| અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
| | * [[છંદોલય ૧૯૪૯/વિદાય|વિદાય]] |
| બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
| | * [[છંદોલય ૧૯૪૯/સપનું સરી જાય|સપનું સરી જાય]] |
| નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
| | * [[છંદોલય ૧૯૪૯/કોને?|કોને?]] |
| વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
| | * [[છંદોલય ૧૯૪૯/પરિચય|પરિચય]] |
| તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
| | * [[છંદોલય ૧૯૪૯/સજ્જા|સજ્જા]] |
| અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
| | * [[છંદોલય ૧૯૪૯/ધ્રુવતારા|ધ્રુવતારા]] |
| નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
| | * [[છંદોલય ૧૯૪૯/સુધામય વારુણી|સુધામય વારુણી]] |
| અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
| | * [[છંદોલય ૧૯૪૯/મૃત્તિકા|મૃત્તિકા]] |
| હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
| | * [[છંદોલય ૧૯૪૯/હે કૃષ્ણા|હે કૃષ્ણા]] |
| સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
| | * [[છંદોલય ૧૯૪૯/મૌન|મૌન]] |
| {{સ-મ|૧૯૪૩}}

| | * [[છંદોલય ૧૯૪૯/અશ્રુ|અશ્રુ]] |
| </poem>
| | * [[છંદોલય ૧૯૪૯/આગમન|આગમન]] |
| | | * [[છંદોલય ૧૯૪૯/તને ચ્હાતાં ચ્હાતાં|તને ચ્હાતાં ચ્હાતાં]] |
| == સ્વપ્ન ==
| | * [[છંદોલય ૧૯૪૯/એક સ્મિતે|એક સ્મિતે]] |
| <poem>
| | * [[છંદોલય ૧૯૪૯/તો ભૂલી જા!|તો ભૂલી જા!]] |
| સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
| | * [[છંદોલય ૧૯૪૯/એક ફૂલને|એક ફૂલને]] |
| આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
| | * [[છંદોલય ૧૯૪૯/હવે આ હૈયાને|હવે આ હૈયાને]] |
| ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
| | * [[છંદોલય ૧૯૪૯/તું હતી સાથમાં|તું હતી સાથમાં]] |
| શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
| | * [[છંદોલય ૧૯૪૯/રે પ્રીત|રે પ્રીત]] |
| ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
| | * [[છંદોલય ૧૯૪૯/આશ્લેષમાં|આશ્લેષમાં]] |
| ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
| | * [[છંદોલય ૧૯૪૯/પાંડુનો પ્રણય|પાંડુનો પ્રણય]] |
| જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
| | * [[છંદોલય ૧૯૪૯/અંતિમ મિલન|અંતિમ મિલન]] |
| એ આભથીય પર કલ્પનના મિનારા!
| | * [[છંદોલય ૧૯૪૯/રૂપ|રૂપ]] |
| આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
| | * [[છંદોલય ૧૯૪૯/પથ વંકાય|પથ વંકાય]] |
| હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
| | * [[છંદોલય ૧૯૪૯/કંટકોના પ્યારમાં|કંટકોના પ્યારમાં]] |
| એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
| | * [[છંદોલય ૧૯૪૯/ગ્રીષ્મમધ્યાહ્નમાં|ગ્રીષ્મમધ્યાહ્નમાં]] |
| સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
| | * [[છંદોલય ૧૯૪૯/વેળા–૧|વેળા–૧]] |
| ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
| | * [[છંદોલય ૧૯૪૯/વેળા – ૨|વેળા – ૨]] |
| રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
| | * [[છંદોલય ૧૯૪૯/નયન અંધ|નયન અંધ]] |
| {{સ-મ| ૧૯૪૩}}

| | * [[છંદોલય ૧૯૪૯/મન|મન]] |
| </poem>
| | * [[છંદોલય ૧૯૪૯/મનમાં મન|મનમાં મન]] |
| | | * [[છંદોલય ૧૯૪૯/છાયા|છાયા]] |
| == અકારણે ==
| | * [[છંદોલય ૧૯૪૯/એકલો|એકલો]] |
| <poem>
| | * [[છંદોલય ૧૯૪૯/ઉદાસ|ઉદાસ]] |
| અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | | * [[છંદોલય ૧૯૪૯/તારલી|તારલી]] |
| મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!
| | * [[છંદોલય ૧૯૪૯/અનિદ્ર નયને|અનિદ્ર નયને]] |
| | | * [[છંદોલય ૧૯૪૯/પારેવાં|પારેવાં]] |
| ::: મારે અધર સ્મિત ફૂટે
| | * [[છંદોલય ૧૯૪૯/ઝરઝર|ઝરઝર]] |
| :::: તો ઝાકળ થૈને છાય,
| | * [[છંદોલય ૧૯૪૯/શુષ્ક પર્ણ|શુષ્ક પર્ણ]] |
| ::: નેનમાંથી જો નીર છૂટે
| | * [[છંદોલય ૧૯૪૯/સ્પંદવું|સ્પંદવું]] |
| :::: તો હસી હસી ન્હાય;
| | * [[છંદોલય ૧૯૪૯/ગર્વ|ગર્વ]] |
| વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
| | * [[છંદોલય ૧૯૪૯/જલધિને આરે|જલધિને આરે]] |
| અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
| | * [[છંદોલય ૧૯૪૯/સ્વયં તું|સ્વયં તું]] |
| | | * [[છંદોલય ૧૯૪૯/નયન હે|નયન હે]] |
| ::: લોકની માયા શીય કીધી
| | * [[છંદોલય ૧૯૪૯/ઘડીક સંગ|ઘડીક સંગ]] |
| :::: તે નિજમાંયે ના માય,
| | * [[છંદોલય ૧૯૪૯/ધરતીની પ્રીત|ધરતીની પ્રીત]] |
| ::: કોકની છાયા જોઈ લીધી
| | * [[છંદોલય ૧૯૪૯/ત્રેવીસમા વૈશાખમાં|ત્રેવીસમા વૈશાખમાં]] |
| :::: કે ચરણ ચૂમવા જાય;
| | * [[છંદોલય ૧૯૪૯/પિતા–|પિતા–]] |
| ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
| | * [[છંદોલય ૧૯૪૯/સંસ્મૃતિ|સંસ્મૃતિ]] |
| અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == અગનગીત ==

| <poem>

| મારે એક અગનગીત ગાવું!

| લાવાની લખધારે મારી લાગણીઓને ન્હાવું!

| ::: મૌન ગેબની ગુહા ગજાવું

| :::: દીપકનો સૂર છેડી,

| ::: શૂન્ય તિમિરને પંથ સજાવું

| :::: કનક તેજની કેડી,

| સૂરજની શય્યા પર પોઢી રુદ્રસ્વપ્ન હું લાવું!

| ::: આજ પ્રગટવો એવો લય

| :::: ને પ્રલયનૃત્યનો તાલ;

| ::: કે ભૂંસી ભાવિનો ભય

| :::: ને ભૂલી જવો ભૂતકાલ;

| ત્રણે કાળને હૈયે મારે ઝાળ બનીને છાવું!

| મારે એક અગનગીત ગાવું!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == વિદાય ==

| <poem>

| વિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય દેવી, સખી!

| અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી,

| મને સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી;

| પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી!

| વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના!

| અહીં પલકવાર ર્હૈ નજરબ્હાર ચાલી જશે,

| છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે,

| હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના!

| હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે,

| અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે,

| અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે,

| મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે!

| વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં, | |
| હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!

| {{સ-મ|૧૯૪૪}}

| </poem>

| == સપનું સરી જાય ==

| <poem>

| :::મારું સપનું સરી જાય!

| નીલનિકુંજે ચંપાનું કોઈ ફૂલ રે ખરી જાય!

| ભ્રમર ન્હોતો ગુંજતો જેના કાનમાં ગોપનગીત,

| પ્રગટી ન્હોતી ક્યારેય જેના પ્રાણમાં મિલનપ્રીત,

| વિજન વાટે અબોલ જેવું જેને અધર સ્મિત,

| એને રે કોઈ વ્યાકુલ વાયુ શીદને હરી જાય?

| નમણી નારના શ્વાસ સમી એની વાસ ક્યાં રે ઢોળાય?

| કિયે તે ગોકુલગામ રાધાશો રંગ એનો રોળાય?

| ધૂપ સમું એનું રૂપ એને હવે ખોળ્યું તે કેમ ખોળાય?

| અજાણ એવી પ્રીત કોઈ એના પ્રાણને કરી જાય!

| :::મારું સપનું સરી જાય!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == કોને? ==

| <poem>

| તને કે સ્વપ્નોને,

| કહે, હું તે કોને

| ચહું – સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == પરિચય ==

| <poem>

| અહો, આ તે કોના પરિચય વિનાના વદનને,

| હસીને હેરંતા,

| કટાક્ષો વેરંતા,

| નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને

| નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં?

| અહો, આ તો નાની,

| નિહાળું છું છાની,

| પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == સજ્જા ==

| <poem>

| રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા

| ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે,

| તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે

| ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા;

| તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં;

| ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા!

| ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા,

| એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == ધ્રુવતારા ==

| <poem>

| એ જ આભે એ જ તારા,

| એ જ સૌની એની એ છે તેજધારા,

| ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!

| સૌમ્ય એવી શી છટામાં,

| બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,

| જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં

| નેનના બે ધ્રુવતારા,

| ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!

| એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == સુધામય વારુણી ==

| <poem>

| એક ચૂમી,

| મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી

| બસ એક ચૂમી મેં લીધી;

| શી સ્વર્ગની જ સુધા પીધી!

| એકેક જેનું બિન્દુ

| એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!

| વળી તો એ જ બિન્દુ

| પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!

| અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી

| કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == મૃત્તિકા ==

| <poem>

| બે ફૂલ ફૂટ્યાં!

| ચાંચલ્યનું ચુંબન દૈ પ્રિયાના

| હિલ્લોલતા સ્રોવરને હિયાના,

| વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા,

| ::::: ને ફૂલ ફૂટ્યાં!

| બે ફૂલ ફૂટ્યાં!

| સો પાંખડીનો શણગાર ધારી,

| જ્યાં સૃષ્ટિનાં પંકજ જાય વારી,

| પરાગ શા ચંદનલેપ ઘૂંટ્યા;

| ::::: બે ફૂલ ફૂટ્યાં!

| બે ફૂલ ફૂટ્યાં!

| લજ્જામુખીને ભયભીત ચિત્તે,

| સૌંદર્યનાં બે છલકંત ગીતે,

| શા દેહછંદે યતિબંધ તૂટ્યા,

| ::::: ને ફૂલ ફૂટ્યાં!

| બે ફૂલ ફૂટ્યાં!

| જે મૃત્તિકા નિત્ય કઠોર જાણી,

| એ તો અહીં માર્દવ ર્હૈ છ માણી,

| શાં સ્નિગ્ધ! કાઠિન્ય છતાં ન ખૂટ્યાં;

| ::::: બે ફૂલ ફૂટ્યાં!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == હે કૃષ્ણા ==

| <poem>

| મુજ મુગ્ધ દૃષ્ટિનું ચંચલ પંખી,

| ચિર સુંદરને ઝંખી,

| જલમાં, થલમાં,

| ને નભતલમાં,

| બેય નયનની પાંખ પસારી ભમતું,

| જેને ક્યાંય ન ગમતું,

| એ અવ નંદે,

| જેમ લાસ્યનું નૃત્ય નંદતું છંદે,

| રે તવ રૂપની ડાળે,

| તવ સ્વપ્નોને માળે

| વસતું, હસતું અવ દિનરાત્રિ,

| જે દૂર દૂરનું યાત્રી;

| અવ તૃપ્ત એહની તૃષ્ણા

| રે તવ દર્શનથી, હે કૃષ્ણા!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == મૌન ==

| <poem>

| વસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,

| પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપછલકતું યૌવન ધર્યું;

| છકેલો ઘેલો દક્ષિણ પવન જ્યાં આતુર ધસ્યો,

| મૂકી દૈ લજ્જા ને મૃદુલ કલિનો ઘૂંઘટ ખસ્યો;

| અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબૂઝી

| લઈ, ડાળે ડાળે વનવન ભમી કોયલ કૂજી;

| ઉરોના ઉન્માદે સકલ જનનું મંન મલક્યું,

| અહો, આજે જ્યારે મિલનમધુરું ગીત છલક્યું;

| તને મેં સ્પર્શી રે જીવનરસની શીય તરસે,

| વસંતે મોરેલા મુદિત મનના મુગ્ધ પરશે!

| અરે, ત્યાં તો તારું મુખ શરમથી તેં નત કર્યું,

| ન કીધા શૃંગારો, ગીત પણ નહીં, મૌન જ ધર્યું;

| છતાં શી તૃપ્તિ થૈ મુજ તરસની ને મન હસ્યું,

| અહો, એવું તારા મધુરતમ મૌને શુંય વસ્યું?!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == અશ્રુ ==

| <poem>

| તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે

| જાગી ર્હેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;

| તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ

| ડોલી ર્હે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!

| મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર

| માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે

| માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;

| રે એ આશા ક્ષિતિજ સરખી ર્હૈ ગઈ દૂર દૂર!

| મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;

| તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,

| થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!

| હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!

| રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ

| જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!?

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == આગમન ==

| <poem>

| ત્યારે હતી ઘોર નિશા છવાઈ!

| સૂની દિશા, જ્યાં નહિ પંથ દીસે,

| એકાંતનું મૌન મને શું ભીંસે;

| ત્યાં રાગિણી તવ મુખે સહસા ગવાઈ!

| તું ચંદ્રથી ચારુ સુહાસિની હે!

| અંધારને તેજ થકી રસી ગૈ,

| તારે સ્મિતે શાંત નિશા હસી ગૈ,

| તું દૂરની ક્ષિતિજ પારની વાસિની હે!

| શી રાગિણી, રમ્ય મિલાપસૂર!

| ઝંકાર શો ઝાંઝરનો બજાવી,

| સૂની દિશા તેં સહસા ગજાવી;

| કે તું હિ તું નિકટ ને વળી દૂર દૂર!

| યુગે યુગે મેં તુજને જ ઝંખી!

| લીધી હતી દર્શન કાજ દીક્ષા,

| દીધી મને તેં પણ આજ ભિક્ષા;

| એકાંતની અધૂરપો શું તનેય ડંખી!

| આવી ભલે તું સહસા જ આવી,

| જ્યારે બુઊયાં દીપકનાં છ તેજ,

| સૂકી ઝૂરીને મુજ ફૂલસેજ,

| મારે છતાંય શુભ આગમનાન્દી ગાવી!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == તને ચ્હાતાં ચ્હાતાં ==

| <poem>

| તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ | |
| ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!

| તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,

| વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;

| તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,

| વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;

| અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય

| થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

| હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,

| તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;

| તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,

| તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!

| કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!

| સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == એક સ્મિતે ==

| <poem>

| ‘એ આવશે’ એમ રટી રહીને

| મેં તો દિશાનાં સહુ દ્વાર હેર્યાં,

| ને શૂળ સૌ કંટકની સહીને

| મેં તો પ્રિયાને પથ પુષ્પ વેર્યાં.

| ત્યાં તો હવા નૂપુરનાદ લાવી,

| ઊડી રહ્યો પાલવ દૂર કંપી,

| ‘હા, એ જ એ હા, પ્રિય એ જ આવી’

| કહી રહી ઝંખન કૈંક જંપી!

| આવી છતાં એ જ ક્ષણે જતી ર્હૈ,

| જાણે કશી ચંચલ વીજરેખા;

| ને પૂર્ણિમાની રઢ મેલતી ગૈ

| રહસ્યથી ગુંઠિત બીજલેખા!

| રે હોઠનું ચુંબન પ્રાણપ્રીતે

| દીધું ભલે ના, પણ એક દૃષ્ટિ

| જો હોત કીધી, બસ એક સ્મિતે

| મોરી વસંતે મુજ હોત સૃષ્ટિ!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == તો ભૂલી જા! ==

| <poem>

| – તો ભૂલી જા, પ્રિય, મિલનના સ્વપ્નની કૈંક વાતો!

| આછાં આછાં અધરસ્મિતમાં મેં કહી જે કથા ને

| મૂગા મૂગા નયનજલમાં તેં વહી જે વ્યથાને;

| એકાંતોમાં ઉભય ઉરના ઐક્યની કૈંક રાતો!

| છો ભૂલી જા સ્મરણ પણ કે ‘હાય ભૂલી જતી રે;

| – પ્રેમી, તારો જનમભરનો સાથ – ક્હૈ સાથ ચાલી

| ને ચાલી ગૈ અધવચ અચિંતી જ દૈ હાથતાલી!’

| છોને તારી નવલ દુનિયા આજ ખૂલી જતી રે!

| છોને મારી વિજન દુનિયા, પ્રીતની છિન્ન આશા!

| તોયે ન્યારી! સ્મિતસ્મરણમાં વેદના જ્યાં વસે છે;

| ખંડેરોની બિચ મરણમાં જિંદગી જ્યાં હસે છે;

| જેના સૌયે કિરણકિરણે ગીતની ભિન્ન ભાષા :

| જે હૈયાને અલગ જ થવું લાગતું હોય ઇષ્ટ

| રે એ જાતાં, વિરહ પણ શો થૈ જતો ધન્ય, મિષ્ટ!

| {{સ-મ|૧૯૪૪}}

| </poem>

| == એક ફૂલને ==

| <poem>

| તારે ન રૂપ, નહિ રંગ સુગંધ, કૈં ના!

| તારે વસંત પણ ના, અવ અંગ ઓઢી

| કંથા જ પાનખરની; ચિરકાલ પોઢી

| તારી સુદૂર સપને ચકચૂર નૈનાં!

| રે મૃત્યુને શયન નીંદર આજ મીઠી!

| છેલ્લી હતી મિલનરાત, સખી જતી ર્હૈ;

| ‘લે ફૂલ!’ એ જ બસ વાત મને હતી ક્હી;

| તારે મુખે ચમક ત્યાર પછી ન દીઠી!

| આજે વનેવન હસે, રસરંગફાગે;

| જાગે વસંતપરશે ઝબકી જવાની

| સૌ ફૂલની, અસર પાગલ કો હવાની;

| તારે જરીય પણ ના બસ રંગ લાગે!

| ના, ના; વસંત પણ છે જ તનેય એવી!

| તારે પેલી સખીની સ્મરણસુરભિ અંગાંગ મ્હેકે છ કેવી!

| {{સ-મ|૧૯૪૪}}

| </poem>

| == હવે આ હૈયાને ==

| <poem>

| હવે આ હૈયાને હરખ નથી કે હેત કરજે! | |
| તું તો અંકાશી કો સજલ ઘન થૈને દરસતી,

| સદા મારું પ્યાસી હૃદય લુભવી; ના વરસતી!

| અરે, એથી તો તું રણ સમ બની રેત ભરજે,

| અને ધિક્કારોની પ્રબલતમ ઝંઝા સહીશ હું!

| રચી દે હાવાં તું પ્રખર સહરાને, હૃદયના

| ખૂણે ખૂણે; હાવાં જરીય પણ ર્હેજે સદય ના!

| અને એ ધિક્કારે મુજ પ્રણયતૃપ્તિ લહીશ હું!

| સદા જેનું હૈયું ચિર અચલતાની સહ રમે,

| કદી એને તારાં ક્ષણિક સમણાંઓ બસ નથી;

| મને ચાંચલ્યોની તરલ રમણામાં રસ નથી;

| પછી છાયા જેવી તવ પ્રણયમાયા ક્યમ ગમે?

| તને આજે લાવે ઘનસ્વરૂપમાં તે પવનને

| કહી દે તું લાવે રણસ્વરૂપમાં રે અવ તને!

| {{સ-મ|૧૯૪૫}}

| </poem>

| == તું હતી સાથમાં ==

| <poem>

| તું હતી સાથમાં!

| તું પ્રિયે, રમ્યગાત્રી,

| હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,

| ને હું અને તું હતાં બે જ યાત્રી,

| જતાં હાથ લૈ હાથમાં!

| તું હતી સાથમાં! | |

| જાણ્યું ના આપણે બે જણે

| એવી તે કઈ ક્ષણે

| કોઈ મુગ્ધા સમી મંજરી

| ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,

| એક નિ:શ્વાસ નમણો ભરી

| આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!

| જાણ્યું ના આપણે બે જણે

| એવી તે કઈ ક્ષણે

| કુંજની કામિની કોકિલા,

| કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,

| એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,

| ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!

| જાણ્યું ના આપણે બે જણે

| એવી તે કઈ ક્ષણે

| ચન્દ્રીએ ચારુ ને ચંચલ

| દૃષ્ટિએ જોઈને દ્વેષથી

| આડું ધારી લીધું વૈરના વેષથી

| મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!

| જાણ્યું ના આપણે બે જણે

| એવી તે કઈ ક્ષણે

| વાયુની લ્હેર ભાળી ગઈ

| આપણા સંગને,

| ને પછી આછું આછું અડી અંગને

| એવું તે શુંય એ વેર વાળી ગઈ!

| મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે

| એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!

| જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે

| વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,

| ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,

| એ જ ક્ષણ જાણ્યું કે તું ન’તી સાથમાં!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == રે પ્રીત ==

| <poem>

| રે પ્રીત, તું તો સુરલોકની સુધા,

| મેં એમ માની તવ એક બિન્દુ

| પીધું, થઈ તૃપ્તિ ન, કિન્તુ રે ક્ષુધા

| જાગી, જલ્યો કો વડવાગ્નિ સિન્ધુ!

| રે પ્રીત, તું તો વનરમ્યકુંજ,

| મેં એમ માની કીધ જ્યાં પ્રવેશ,

| રે ત્યાં દીઠો ચોગમ ભસ્મપુંજ,

| એ રાખથી તો મુજ મ્લાન વેશ!

| રે પ્રીત, તું પુષ્પિત કો વસંત,

| માની લઈ હું તવ સ્પર્શ માગી

| આવ્યો કશી આશભર્યો હસંત

| ત્યાં ઝાળ શી પાનખરોની લાગી!

| રે પ્રીત, તું જીવન દિવ્ય દેશે

| માની લઈ મેં તવ પાસ મેલી

| સૌ વાસનાને, પણ મૃત્યુવેશે

| તેં તો અહો, શી અળગી ધકેલી!

| રે પ્રીત, ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત! | |
| રે ધિક્ તને, છલમયી! છટ, હા, તું ધૂર્ત!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == આશ્લેષમાં ==

| <poem>

| હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં

| તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == પાંડુનો પ્રણય ==

| <poem>

| અસીમ અંધારની અરવ બીના

| પરે તારકોનો મહાછંદ પ્રગટે નિશા,

| એહનો લલિતલય લૈ, હવાની હિના

| મંદ છલકાવતી, મુગ્ધ થૈ સૌ દિશા!

| જેહની મત્ત મધુગંધથી મ્હેકતો

| પ્રાણ શો સ્પર્શના સુખથકી બ્હેકતો!

| નેત્રમાં ઘેનનાં અંજનો કોણ આંજી ગયું?

| રોમરોમે કશું અંગ રાજી થયું!

| એ પ્રભાતે જ પ્રિયનેત્રની ઝલકમાં

| મૂક ઇંગિતનું ઇજન વાંચી લીધું,

| ને અરે, પલકમાં

| પ્રિયતણાં અંગઅંગે

| અહો, એની અંગુલિએ એવું નાચી લીધું

| કે જડ્યા પ્રાણ જ્યાં ગાઢ આશ્લેષમાં પ્રાણ સંગે,

| અહો, એ જ ક્ષણથી હવાની હિના ને નિશા

| ને હતી મુગ્ધ જે સૌ દિશા,

| સકલનું સ્મરણ શું ભિન્ન જેવું થયું!

| ને અહો, એ જ આશ્લેષમાં,

| માદ્રીના વેષમાં,

| મૃત્યુનું ગુપ્ત ગુંઠન કશું છિન્ન જેવું થયું!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == અંતિમ મિલન ==

| <poem>

| નહીં, પ્રિય! નહીં, નહીં!

| વિદાયનું વચન તું રખે પ્રિય, જાય કહી!

| અંતિમ મિલન! એની ધન્ય ક્ષણે | |
| મુખ ભલે મૌન ભણે!

| એ વચન તું જરી જો ન વારી લેશે

| તો ભવિષ્યના ભિન્ન તવ જીવનની કથા

| એનું રૂપ ધારી લેશે!

| ત્યારે કેવી હશે તવ મનોવ્યથા!

| એ વચન તું જરી જો ન વારી લેશે

| તો ભવિષ્યના ભિન્ન મુજ જીવનને પથે,

| સારી સૃષ્ટિ મને જે કંઈ ક્હેવા મથે

| એના સ્વરો તવ વચનનું રૂપ ધારી લેશે!

| ત્યારે પ્રિય, વાણીહીન હશે તું ને બનીશ રે બધિર હું!

| તેથી તો હે પ્રિય, ન હો અધીર તું!

| મુખ ભલે મૌન ભણે!

| અંતિમ મિલન! એની ધન્ય ક્ષણે

| વિદાયનું વચન તું રખે પ્રિય, જાય કહી!

| નહીં, પ્રિય! નહીં, નહીં!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == રૂપ ==

| <poem>

| હે રમ્ય રૂપ,

| રહસ્યથી પૂર્ણ અગમ્ય છાયા

| સમી તને ચંચલ કામ્ય કાયા,

| અસ્પર્શ્ય ને તોય તું દૃશ્ય ધૂપ!

| હે રમ્ય રૂપ,

| તારી સમીપે મુખ મેં ધર્યું’તું,

| તારું ચહી ચુંબન જે સર્યું’તું

| સકંપ ને તો પણ ચૂપ ચૂપ!

| ‘સુશોભિની હે,

| હઠાવ આ અંચલ, ગુંઠિતા, જો!

| આ કામ્ય કાયા નવ કુંઠિતા હો!

| ક્ષણેક હો ચંચલ, લોભિની હે!’

| એવું કહીને મુજ બેય બાહુ

| જ્યાં મેં પ્રસાર્યા, ક્ષણ હું હસી રહ્યો;

| કિન્તુ તને ચંદ્રમુખી, ગ્રસી રહ્યો

| શું એ ક્ષણે કોઈ અજાણ રાહુ!

| અલોપ તું, ને તવ અંગઅંચલ

| એ બાહુમાં જાય રહી; હસી રહી

| જાણે મને એમ હવા ધસી રહી

| એ શૂન્યમાં, હે ચિરકાલ ચંચલ!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == પથ વંકાય ==

| <poem>

| પથ વંકાય,

| દૂર ક્ષિતિજની પાર ઢળી

| મુજ નયન થકી ઢંકાય!

| વંકી વળી વળી

| મુજ ચાલ

| ચૂકે નિજ તાલ,

| ચરણને તોય ચલનની પ્યાસ,

| ક્યીહીં સૃષ્ટિમાં

| નહીં શું એનો વાસ?

| મુજ દૃષ્ટિમાં

| અગમ્ય શો અંકાય!

| પથ વંકાય! | |

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == કંટકોના પ્યારમાં ==

| <poem>

| રે આ ચીલા!

| શી સ્નિગ્ધ સુન્દરની લીલા!

| જે દૂર ને બસ દૂર

| અહીંની કંટકે ભરપૂર

| એવી ભૂખરી પૃથ્વી પરે થૈને જતા,

| શું રુક્ષ કોઈ વૃક્ષ પર જાણે લતા!

| શું એહનું દર્શન

| અહો, જાણે નયનને સુરમો આંજી જતું!

| શું એહનું સ્પર્શન

| અહો, જાણે ચરણ તો ચૂમતાં લાજી જતું!

| રે આજ આ વૈશાખના બપ્પોરમાં

| બળતા પ્રજળતા પ્હોરમાં

| જ્યારે સળગતું આભ માથે ને નીચે સૂકી ધરા,

| ત્યારે ચીલા લાગે શીતલ જલના ઝરા!

| શું એહનાં આકર્ષણો!

| આમંત્રણોનાં સ્નેહભીનાં વર્ષણો!

| ને તે છતાં છ વિરક્ત મારા ચિત્તને વિરતિ,

| અરે કે ત્યાં નહીં મારી ગતિ!

| રે ના મને એ સ્નિગ્ધ સુંદરની સ્પૃહા,

| હું કંટકોના પ્યારમાં લલકારતો દિલના દુહા!

| હું એ ચીલાને છાંડતો,

| ને કંટકોને પંથ ચરણો માંડતો,

| ત્યાં એહનોયે પ્યાર શો જાગી ગયો,

| તે માહરાં બન્ને ચરણને ચૂમવા લાગી ગયો!

| ઉપહાસમાં ત્યારે ઊંચેથી છાંય ઢાળી

| અભ્ર આવી આભમાં આઘાં ખસ્યાં;

| ત્યારે ચરણનું રક્ત ન્યાળી

| શું અહો, જાણે ચીલા મુજને હસ્યા!

| પણ હુંય તે સામો હસ્યો

| કે આ ચીલા જ્યારે ન’તા

| ત્યારેય મુજ શા કોઈ પંથીનાં ચરણ પણ રક્તરંગેલાં હતાં,

| ને હતો એનેય અંતર મુજ સમો આનંદ પણ ત્યારે વસ્યો!

| હું એહનાં એ ધન્ય ચરણોને સ્મરું,

| ને કંટકોના પંથ પર હું પ્યારથી ચરણો ધરું!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == ગ્રીષ્મમધ્યાહ્નમાં ==

| <poem>

| તપ્ત ધરણી હતી,

| ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી

| સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;

| અગ્નિની આંખ અંગાર ઝરતી હતી

| રુદ્ર અંબરતલે,

| પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;

| દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી

| શાંત સાગરજલે,

| ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,

| દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,

| તપ્ત, બસ તપ્ત ધરણી હતી.

| શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?

| સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી?

| વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી,

| ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી;

| મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;

| ઝાંઝવાંનીરની પ્યાસમાં બાવરી કોક હરણી હતી!

| ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી;

| અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!

| ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;

| કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો!

| આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,

| આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં

| માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાંગીતને વેરતું,

| શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,

| ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં

| શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.

| ગીતને વેરતું,

| ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી

| અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,

| છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી

| પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;

| એક સેલારથી

| નયનને દાખવી નાવ કો સઢફૂલી,

| ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી;

| એક હેલારથી

| દૂર જૈ ઓટમાં ઓસર્યાં પાણીને

| ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;

| ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!

| ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!

| એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી

| કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી

| સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી

| એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી

| ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,

| પાંખથી પિચ્છ એકાદને ખેરતું,

| આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;

| આભ જેવું હતું તેવું ખાલી થયું!

| પલકભર એય તે મુખર નિજ ગાનમાં

| કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!

| એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,

| ગગનની ગહન કો ગેબના સાર શી,

| રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,

| ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;

| કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,

| જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,

| પલકભર મુજ ઉરે ગૈ ઢળી,

| ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;

| લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,

| ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ! | |
| શી અહો આ લીલા!

| નીરની ધારથી શું તૂટી ર્હૈ શિલા?

| આ બધું છળ અરે છાનુંછપનું હતું?

| પલકભર શૂન્યનું ભ્રાંત સપનું હતું?

| અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?

| જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == વેળા–૧ ==

| <poem>

| :::::વેળા વહી જાય!

| હાય રે, મારા મનની ‘આજ’ તો મનમાં રહી જાય!

| ::: પાછલી રાતનું સોણલું સ્મરી

| :::: આજ કશું ના ન્યાળું,

| ::: ન્યાળતી નેણેય નીંદમાં સરી

| :::: લાખ ભૂતાવળ ભાળું;

| સ્મરણની ગતકાલની ગાથા કંઈ ના કહી જાય!

| ::: જાણું નહીં રે કેવુંક વાશે

| :::: આવતી કાલનું વ્હાણું?

| ::: આજ નથી જે એની જ આશે

| :::: ગાઉં ના આજનું ગાણું!

| આજની આવી અવહેલા તે શીદને સહી જાય?

| :::: વેળા વહી જાય!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == વેળા – ૨ ==

| <poem>

| ::::જાય રે વેળા જાય!

| કોઈ હલેતી હરણી જાણે તૃષ્ણાને તીર ધાય!

| ::: ચંચલ એનાં ચરણ ચાંપે

| :::: મનની મરુભોમ,

| ::: એના રે આઘાતમાં કાંપે

| :::: અંગનું રોમેરોમ;

| પડછાયો જ્યાં પાથરતી ત્યાં પ્રગટે લૂ ને લાય!

| ::: એકનું આંક્યું ચિહ્ન એને

| :::: ચરણ બીજું લ્હોય;

| ::: શીય હલેતી હરણી જેને

| :::: અડતા નથી ભોંય

| પડતાં પહેલાં પલકમાં તો ઊપડે એવા પાય!

| જાય રે વેળા જાય!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == નયનઅંધ ==

| <poem>

| ::::હાય રે, નયન અંધ!

| પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ?

| ::: અંતરના અંકાશને જોવી

| :::: બ્હારની રંગીન કાય,

| ::: નેનતારાના તેજથી લ્હોવી

| :::: તિમિરની ઘન છાંય;

| ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ!

| ::: કોણે રે મારે પોપચે બાંધ્યો

| :::: રંગ-પ્રકાશનો પ્રાણ?

| ::: નિજથી નિજનો સંગ લાધ્યો

| :::: તે રહી ન બ્હારની જાણ;

| જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ!

| હાય રે, નયન અંધ!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == મન ==

| <poem>

| ક્યાંય આછોય તે એક તારો નથી

| એટલો ગગનમાં ગાઢ અંધાર છે,

| છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે!

| આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી.

| મેઘ પર મેઘના ડોલતા ડુંગરા

| તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો!

| અંતરે આંસુનાં નીરના કૈં ઝરા

| તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો!

| જોયું મેં આજ આષાઢના ગગનને?

| કે પછી માહરા ગહન શા મંનને?

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == મનમાં મન ==

| <poem>

| ::::મનમાં મન ખોવાઈ ગયું!

| અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું!

| ::: રાત ને દ્હાડો જલતી ભાળી

| :::: ભીતરમાં એક જ્યોત,

| ::: બ્હારની દુનિયા કાજળકાળી

| :::: ને પ્રાણ પ્રકાશે પોત;

| એ જ રે અંતરતેજથી આંખનું કાજળ આજ લ્હોવાઈ ગયું!

| મનમાં મન ખોવાઈ ગયું!

| અંધ આંખે મેં બંધ દીધો તે અંતરમાં રોવાઈ ગયું!

| ::: બંનેય નેણથી પાછી વળી

| :::: રે ગંગાયમુના સંગ,

| ::: એ રે વ્હેણની સાથ ભળી

| :::: જ્યાં પ્રાણની પાતાળગંગ,

| આભશું છલક્યો તટ; તે બંધનું પટ રે આજ ધોવાઈ ગયું!

| મનમાં મન ખોવાઈ ગયું!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>