કિન્નરી ૧૯૫૦/ગૂંથી ગૂંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big>'''ગૂંથી ગૂંથી'''</big></big></center> <poem> ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા, કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા? મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર, પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર; ઊગતી જાણે હોય ન ઉષા મેરુની...")
 
(No difference)

Latest revision as of 01:03, 23 March 2024

ગૂંથી ગૂંથી

ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?

મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!

સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!

૧૯૫૦