કિન્નરી ૧૯૫૦/તને જોઈ વાર વાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:06, 23 March 2024

તને જોઈ વાર વાર

તને જોઈ વાર વાર,
દૂર કોઈ સપનની પાર!
કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?
એ તો નહીં જાણું!
સુણી રહું સ્વપનમાં તું જે હસે,
એટલું હું જાણું;
તવ ઘૂંઘટ ન તાણું
પછી તારે ઉરદ્વાર,
ક્યાંથી છેડું સૂર, છેડું તાર?
હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,
કોઈ દિન આવું;
આજનું આ અણગાયું ગીત ત્યારે
નિજ સંગ લાવું,
ત્યારે મનભરી ગાવું!
ત્યારે આંખડીઓ ચાર,
હશે તોયે એક અણસાર!

૧૯૪૯