કિન્નરી ૧૯૫૦/જે કંઈ હસતું: Difference between revisions
Jump to navigation
Jump to search
જે કંઈ હસતું
(+1) |
(No difference)
|
Revision as of 00:26, 24 March 2024
જે કંઈ હસતું આ મુજ મનમાં,
એ જઈ વસતું રે વનવનમાં!
પ્રીતિનો પંચમ જઈ ઝૂલે
કોકિલાને માળે,
લજ્જાની લાલપ જઈ ખૂલે
કેસૂડાંની ડાળે;
ને ર્હેતી સૌરભ મુગ્ધસ્વપનમાં
એ વ્હેતી જઈ મલયપવનમાં!
પ્રિય હે, વિલસો વસંતહાસે,
અશ્રુજલ રે લૂછો!
જાઓ, જરી એ સૌની પાસે,
ક્હેશે જઈને પૂછો
કે જે હસતું રે પ્રિયજનમાં
એ સૌ વસતું શું ન કવનમાં?
૧૯૪૯