કિન્નરી ૧૯૫૦/મનમૂગાની પ્રીત: Difference between revisions
Jump to navigation
Jump to search
મનમૂગાની પ્રીત
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = બોલો | |previous = બોલો! | ||
|next = સોહાગીરાજ | |next = સોહાગીરાજ! | ||
}} | }} |
Latest revision as of 00:46, 24 March 2024
મારી મનમૂગાની પ્રીત,
એને ક્્હેવી તે કઈ રીત?
લાગણીએ લખવાર ઠેલી રે
ભીતરની સૌ ભાંગીતૂટી વાણ,
લજ્જાએ પણ લાજ મેલી રે,
અબોલ તોયે અધર, જાણે પ્હાણ!
ગવાયું એકેય રે ના ગીત!
છવાયું મૌન મારે ચિત્ત!
ઝરણની મેં જોઈ છે લીલા,
કાલાઘેલા બોલથી માગે માગ;
વચમાં આડી જો આવતી શિલા,
તો ઘૂંટાય ઘેરો મધુર એનો રાગ;
જોઈ જોઈને એની જીત,
ફરી ના ફરકે મારું સ્મિત!
૧૯૪૭