અલ્પવિરામ/પાર ન પામું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 14:37, 24 March 2024

પાર ન પામું

તારો પાર ન પામું, પ્રીત!
મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત!

એવું શું તેં કવ્યું?
જેથી ઉભયનું ઉર દ્રવ્યું,
મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત.

વસમી તારી વાતો,
મારી નીંદરહીણી રાતો,
એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત.