અલ્પવિરામ/અજાત હે ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
અજાત હે ગીત
(+1) |
(No difference)
|
Revision as of 01:11, 26 March 2024
અજાત હે ગીત,
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત!
કવિજન કહેશે તને, ‘છટ,
છંદોના આ રાજમહીં નહીં ચાલે ખટપટ!
સૂરની સંગાથે તારે પુરાણી છે પ્રીત.’
વિવેચકો કહેશે તને, ‘પટપટ
વારેવારે પ્રાસ બહુ આવે, ભારે કટકટ;
વિરાટ કે ભવ્ય નથી, તું ચંચલચિત્ત.’
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત,
કજાત હે ગીત!