પ્રવાલદ્વીપ/ફ્લોરા ફાઉન્ટન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:23, 27 March 2024

ફ્લોરા ફાઉન્ટન

કાચકાંકરેટના અનન્ય કાનને,
સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને
ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમૂલ;
બેઉ હાથમાં ધર્યાં છ શલ્યફૂલ;
ચારકોર લોહનાં પતંગિયાં ભમી રહ્યાં,
અચેત જે પરે અનેક જંતુડાં રમી રહ્યાં.