પુનશ્ચ/જોડે જોડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:00, 29 March 2024

જોડે જોડે

સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
          મને મળ્યા કેમ મોડે મોડે ?

પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
          થવું હતું મારે થોડે થોડે;
          આટલો સમય તમે તો દેહને
          જોયો દર્પણમાં કોડે કોડે,
          આજે જોયું મનને, જોયો સ્નેહને;
          હવે આપણે બે જોડે જોડે.
૨૦૦૫