પુનશ્ચ/આમ તમે જો ન આવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+)
 
(No difference)

Latest revision as of 00:10, 29 March 2024

આમ તમે જો ન આવો


મારાં ખુલ્લાં દ્વાર,
એની પાર
તાકી તાકી
મારી આંખો થાકી.

આમ તમે જો ન આવો
ને કશુંય તે ન ક્હાવો,
તો જાણો છોને હું કેવી ડરી જાઉં,
કોઈ પણ ક્ષણે મરી જાઉં.

૨૦૦૪