અંતિમ કાવ્યો/મારું હોવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:43, 30 March 2024

મારું હોવું

મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?

સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?

સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?

સપ્ટેમ્બર, ૨૦૧૨