અંતિમ કાવ્યો/ઈશાવાસ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
ઈશાવાસ્ય
(+1) |
(No difference)
|
Latest revision as of 00:48, 30 March 2024
કેટકેટલું રુદન ને કેટકેટલું હાસ્ય,
કેટકેટલું તાંડવ ને કેટકેટલું લાસ્ય.
આપણાં એ વર્ષો, જીર્ણ એમનો ન અંત;
કાળ જાણે થંભ્યો અને આપણે અનંત;
એ વર્ષોમાં જાણે ન કોઈ દૈન્ય, ન કોઈ હાસ્ય.
એ સૌ હવે સ્મૃતિમાં છે, ક્યાંય નથી ગયું;
સીમ તે અસીમ, રૂપ તે અરૂપ થયું;
એ જગત્યાં જગત્ તો હવે આપણું ઈશાવાસ્ય.
જાન્યુઆરી, ૨૦૧૩