અંતિમ કાવ્યો/નામ નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
નામ નથી
(+1) |
(No difference)
|
Latest revision as of 00:50, 30 March 2024
આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી,
એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી.
એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય,
એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય;
એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી.
એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી,
હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી;
એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી.
જુલાઈ, ૨૦૧૪