ખારાં ઝરણ/પંખીઓ હવામાં છે.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:27, 2 April 2024

પંખીઓ હવામાં છે.


પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.

પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.

વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?

શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.

કૈંક પંખી મારામાં,
એક-બે બધાંમાં છે.

૨-૨-૨૦૦૭