ખારાં ઝરણ/ખૂબ ઊડયા, તો બળીને ખાક છે: Difference between revisions
Jump to navigation
Jump to search
ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે
(+1) |
(No difference)
|
Latest revision as of 00:35, 2 April 2024
ખૂબ ઊડ્યા, તો બળીને ખાક છે,
વ્યોમમાં એવી તો કોની ધાક છે?
જાગીને જોશો પછીથી લાગશે,
ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.
ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
આપનો પણ ક્યાં ઇરાદો પાક છે?
રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.
એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
ને બધા લોકોને કાને ધાક છે.
૨૧-૧૧-૨૦૦૭