ખારાં ઝરણ/કિનારે જઉં કે નદીમાં તરું: Difference between revisions
Jump to navigation
Jump to search
કિનારે જઉં કે નદીમાં તરું
(+1) |
(No difference)
|
Revision as of 00:44, 2 April 2024
કિનારે જઉં કે નદીમાં તરું?
કશો એક નિર્ણય હવે તો કરું.
હવે લહેરખી હચમચાવે મને,
અને ડાળ પરથી હું ખરખર ખરું.
ઘડામાં તસુભાર જગ્યા નથી,
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?
ચડે હાંફ, લોહી અટકતું વહે,
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.
થઈ શ્વાસની કેવી લાંબી શરત?
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
૫-૪-૨૦૦૮