ખારાં ઝરણ/માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:51, 2 April 2024

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી.

રોજ મારા નામ જોગી ચીઠ્ઠી મોકલતા તમે,
રોજ આંખો તાણતો, પણ કૈં જ વંચાતું નથી.

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ એ છતાં ગાતું નથી.

ખૂબ સગવડ છે છતાં પણ શું કહું આ સ્વર્ગને?
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.

છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલક કે ઇર્શાદ પકડાતું નથી.

૨૭-૮-૨૦૦૮