ખારાં ઝરણ/પોપટને પણ પૂછ્યું પલાખું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:59, 2 April 2024

પોપટને પણ પૂછ્યું પલાખું

પોપટને પણ પૂછ્યું પલાખું,
કોઈ રીતે તારું મન રાખું.

અરધાં અરધાં થઈ ગયાં તો,
ક્યાંથી આવે અશ્રુ આખું?

સદા અતિથિ વિચાર આવ્યો,
ખુલ્લો આ દરવાજો વાખું?

નભમાં ક્યાં એક્કેય માળો?
પંખીનું શું ભવિષ્ય ભાખું?

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં, નાખું?

૪-૧૧-૨૦૦૮