ખારાં ઝરણ/ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 23:54, 2 April 2024

ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે

ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે,
દેહ માફક ક્યાં મારે છે? જીવ છે.

એ મુસિબતમાં નહીં સાથે રહે,
શ્વાસ અટકે કે સરે છે, જીવ છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંધ, બહેરો, બોબડો છે તે છતાં,
દેહ પર શાસન કરે છે, જીવ છે.

ક્યાંય ઘર કરતો નથી. ‘ઇર્શાદ’ એ,
રોજ એ ફરતો ફરે છે; જીવ છે.

૧-૮-૨૦૦૯