ખારાં ઝરણ/કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ
(+1) |
(No difference)
|
Latest revision as of 23:55, 2 April 2024
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ,
આભ માથે ઊંચક્યાનું છે સ્મરણ.
રાત પડતાં હુંય અંધારું થયો,
જન્મ પહેલાંના જીવ્યાનું છે સ્મરણ.
હોય તળિયે તો કદાચિત હોય પણ ,
પાણી ખોબામાં ઝીલ્યાનું છે સ્મરણ.
આપનો વહેવાર બદલાઈ ગયો,
બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ.
પાંદડાં ‘ઇર્શાદ’ ફિક્કાં થાય છે,
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ.
૧૧-૯-૨૦૦૯