ખારાં ઝરણ/એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં
(+1) |
(No difference)
|
Latest revision as of 23:57, 2 April 2024
એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં,
ક્યાંથી મકાન બાંધશો ફરતી જમીનમાં?
ટેકા વગરનું આભ ઝળૂંબે છે શિર ઉપર,
સારું થયું: શ્રદ્ધા લખી : મારા નસીબમાં.
શબ્દો પડે છે કાનમાં : ‘ચાલો, પ્રભુ હવે’,
તું આટલામાં તો નથી મારી નજીકમાં?
જન્નત છે એ તરફ અને તું છે બીજી તરફ,
બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં.
‘ઇર્શાદ’ છોને દોડે, આ શ્વાસ વેગમાં,
જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં.
૩-૧૦-૨૦૦૯