ખારાં ઝરણ/છે ખરો કે લા-પતા, ભૈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:01, 3 April 2024

છે ખરો કે લા-પતા, ભૈ


છે ખરો કે લા-પતા, ભૈ?
મન ગણે તે માન્યતા ભૈ.

આંખ મીંચી યાદ કર તો,
જીવતા ને જાગતા – ભૈ.

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

‘સાંકડું આકાશ બનજો’,
પંખી કેવું માંગતા – ભૈ?

વય વધેલી ઢીંગલીને,
ખૂબ ઊંડે દાટતા, ભૈ.

શું થયું ‘ઇર્શાદ’ તમને?
શ્વાસથી કંટાળતા, ભૈ?


૪-૪-૨૦૧૦