ખારાં ઝરણ/રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search
રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં
(+1) |
(No difference)
|
Latest revision as of 00:02, 3 April 2024
રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?
સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?
હિંસ્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?
કાલ સપને કૈં જ ના હું કહી શક્યો,
વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?
૨-૩-૨૦૧૦
(હંસાની મૃત્યુતિથિએ)