સંચયન-૬૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
()
Line 172: Line 172:
જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem>
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem>
{{color|Orangered|૨. પ્રવેશ}}
<poem>ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે

લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,

ત્યહીં ધૂમસથી છાયેલા તે વિષણ્ણ ઉજેશની

ટશર ગગને લાગી; જાગી દિશા અનુુકંપને.
ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,

નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,

કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો, 

ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.
મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,

અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં

ધસી રહી શી! કો’ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન,
ઘર મહીં જતાં અંધારાએ ઘડી લીધ આવરી,

કિરણ-પરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.</poem>
{{color|Orangered|૩. સ્વજનોની સ્મૃતિ}}
<poem>
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,

રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની

જીવનબળને દેતી કહેતા કથા રસની ભરી,

પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,

નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,

સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,

અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું!
અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!

પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.

અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ,

ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,

તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
</poem>
{{color|Orangered|૪. પરિવર્તન}}
<poem>
શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને

ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં

ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં

ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.
તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને

પથ વિહરવા કાજે! જેની અપૂર્ણ કથાતણા

ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;

નિજ રચિત, આનંદે જોતાં દગો, ભવિતવ્યને.
હજીય ઝરુખો એનો એ, હું અને વળી પંથ આ,

પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.

બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃન્દમાં.
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,

અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
</poem>
{{color|Orangered|પ. જીવનવિલય}}
<poem>
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.

અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,

તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે

ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.
શબદ ઊપન્યો તેવો જો કે શમે, પણ એહના

અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ.

નહિવત્ બની રહેતું માટી મહીં, પણ બીજની 

તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!
જીવનનું જરા આઘે રૈ ને કરું અહીં દર્શન,

ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;

રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને,

નીરખું, નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન.
ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,

અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.
</poem>

Revision as of 01:17, 3 April 2024

Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan 61 Cover.png
સંચયન - ૬૧

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪

  • સમ્પાદકીય
    • પંખીલોક ~ મણિલાલ હ. પટેલ
  • કવિતા
    • આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
    • સૉનેટ માળા : પ સૉનેટ
      • ૧. ઘર ભણી
      • ૨. પ્રવેશ
      • ૩. સ્વજનોની સ્મૃતિ
      • ૪. પરિવર્તન
      • ૫. જીવનવિલય
    • એકલું ~ પ્રહ્‌લાદ પારેખ
    • બનાવટી ફૂલોને ~ પ્રહ્‌લાદ પારેખ
    • પરકમ્માવાસી ~ બાલમુકુન્દ દવે
    • મનમેળ ~ બાલમુકુન્દ દવે
    • આત્મદીપો ભવ ~ ભોગીલાલ ગાંધી
    • હવે આ હાથ ~ પ્રિયકાન્ત મણિયાર
  • નિબંધ/લેખ
    • મકાન એ જ ઘર? ~ રમણ સોની
    • ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ ભારતી રાણે
    • ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ ભારતી રાણે
    • સાવ પોતાનો અવસાદ ~ રમણીક સોમેશ્વર
    • વાટ જોતું ઊભું છે આકાશ ~ રમણીક સોમેશ્વર
    • નાટ્યલેખન (લેખ) ~ સતીશ વ્યાસ
  • વિવેચન
    • વિવેચન વિશે ~ પ્રમોદકુમાર પટેલ
  • નવલકથા - અનુવાદ
    • કન્નડ નવલકથા : ગોધૂલિ ~ એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે
  • કલા જગત
    • ચિત્રકલામાં શ્રમિકો ~ કનુ પટેલ


પ્રારંભિક

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - 3 : માર્ચ ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૪



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪

  • સમ્પાદકીય
    • પંખીલોક ~ મણિલાલ હ. પટેલ
  • કવિતા
    • આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
    • સૉનેટ માળા : પ સૉનેટ
      • ૧. ઘર ભણી
      • ૨. પ્રવેશ
      • ૩. સ્વજનોની સ્મૃતિ
      • ૪. પરિવર્તન
      • ૫. જીવનવિલય
    • એકલું ~ પ્રહ્‌લાદ પારેખ
    • બનાવટી ફૂલોને ~ પ્રહ્‌લાદ પારેખ
    • પરકમ્માવાસી ~ બાલમુકુન્દ દવે
    • મનમેળ ~ બાલમુકુન્દ દવે
    • આત્મદીપો ભવ ~ ભોગીલાલ ગાંધી
    • હવે આ હાથ ~ પ્રિયકાન્ત મણિયાર
  • નિબંધ/લેખ
    • મકાન એ જ ઘર? ~ રમણ સોની
    • ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ ભારતી રાણે
    • ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ ભારતી રાણે
    • સાવ પોતાનો અવસાદ ~ રમણીક સોમેશ્વર
    • વાટ જોતું ઊભું છે આકાશ ~ રમણીક સોમેશ્વર
    • નાટ્યલેખન (લેખ) ~ સતીશ વ્યાસ
  • વિવેચન
    • વિવેચન વિશે ~ પ્રમોદકુમાર પટેલ
  • નવલકથા - અનુવાદ
    • કન્નડ નવલકથા : ગોધૂલિ ~ એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે
  • કલા જગત
    • ચિત્રકલામાં શ્રમિકો ~ કનુ પટેલ

સમ્પાદકીય

Sanchayan 61 - 1.png

પંખીલોક
છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે!

ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયાં. સીમમાં વૃક્ષોને નહેરનાં પાણી લાગ્યાં તે એય સૂકાયાં. ઝાડમાં ‘લાકડું’ જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાંના ટોળાં તો ઘર-વાડાથી લઈને સીમ વગડો માથે લઈને હજીય કલકલાટ કરી મૂકતાં ઊઠે છે, પણ ચકલી-હોલા ઘટી ગયાં છે. અરે, ચિકચિકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ-કાળી કાબરોય ઓછી દેખાય છે.... ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે... એવી સંખ્યામાં એ ક્રાક્રા કરતા ટોળે વળતા. જ્યારે કોઈ ‘કાગડાનું શબ’ - જોતા. અમે કહેતા ‘કાગડા લોકાચારે’ મળ્યા છે. હવે એકસામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે આંખવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીંચીંના કોહરામ સાથે ભેગી થતી; નદીકાંઠાનાં ખેતરોમાં ફરીને સૂડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવાં વહેંચી લીધાં હતાં! એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોંધારાં થઈને ઊડી ગયાં છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઊડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડાં થઈ ગઈ છે. ગામ ટહૂકાઓ વિના પણ મજામાં રહેતું હશે? કેમ કરીનેે? રામ જાણે! હા, ખેતરોમાં હજી ટીંટોડીઓ ‘વક્તીતી વક્તીતી’ રટતી જીવતરની આશા બંધાવે છે. પણ તળાવનાં પાણી સાથે કમળ તો ગયાં; સાથે પેલી જળકૂકડીઓય ખપી ખૂટી! ઘર પાસેની ટેકરીઓનાં તેતર છેક વાડા સુધી આવી જતાં. ને જરાક અવાજ થતાં ફરુક કરતાં ઊડીને અમને છળાવી દેતાં. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા - એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેનાં વાડ-પાન ફંફોસું છું ત્યારે ભાળવા મળે છે એકાદબે ગભરુ તેતરો! ત્યારે તો સવારે સીમની ‘વાટે લોટો ઢોળવા’ નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી - એના પીછાં પરનાં ટપકાંની ભાત - જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે - સારસ હવે વિરલ થતાં જાય છે. ત્યારે તો અમારાં ખેતરોમાં અમે કામ કરતાં હોઈએ અને થોડેક દૂર આ સારસબેલડીઓ ચરતી હોય - ગમ્મત કરતી હોય. કેટકેટલાં યુગલો હતાં - ઊડે કે આકાશ ભરાઈ જતું! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ... બે મોટી પાંખો - અમને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકાદાર અવાજો તો રાત્રિના પ્રહરેપ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાંય એકાદબે સારસબેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયાં એ મહાકાવ્ય યુગનાં ઋષિમુનિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ! ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેંક અને બગલા આવી બેસે છે. લણણી થયેલાં ખેતરોમાં દીવાળીઘોડાઓ પૂંછડી હલાવતા ઊડે છે. કાળિયોકોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટાફેરો મારતો ઊડે છે. જાણે કશાકનું ‘સુપરવિઝન’ કરતો રહે છે એ. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ને ઊડતાંવેંત પીંછાંના અંદરના રંગોથી આભને – સીમને છાંટી દેતાં ચાસ વીજળીની તારલાઈનો ઉપર મૂંગાં મૂંગાં બેસી રહે છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. શિશિર ઊતરતાં કંસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં રહેતાં... હવે તો એનાં દર્શન પણ દુર્લભ થયાં છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે; પણ દૈયડના ઝીણા ટહૂકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણુંતીણું ટહૂકતાં શક્કરખોર ફૂલો શોધતાં આવે છે. ક્યારેક ઝાડડાળે ચંચળ નાચણ જોવા મળી જાય છે. દૂધિયા લટોરા અને રંગબેરંગી શોબિંગો તો આખીસીમ ફરતાંય નથી જોવા મળતાં. થોડા કરકડિયા કુંભાર વાડ-ઝાડમાં લપાતા ફરે છે – કાચિંડાના શિકારનો અેમને શોખ છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વાપરવા માંડ્યાં ને જીવજંતુ ઘટવા માંડ્યાં ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડ્યે પોચી રાખતાં પલાં જમીનખેડુ અળસિયાંય નથી બચ્યાં! ઝેરી દવાનો પટ તો અનાજનેય લાગ્યો છે ને હવાનેય! સીમે રહ્યાંસહ્યાં પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ખમૈયા ‘કરવાનું’ કહે છે! પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. ગીધ-સમડી-ઘૂવડ-ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતાં મૂંઝાવાં લાગ્યાં છે. હોલો-ચકલી-કાગડો માળા માટે જગા શોધવા બાવરાં લાગે છે. થોડાં ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે – એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ! ક્યારેક જ જોવા મળતું લક્કખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે... હું મને પૂછું છું – ‘ક્યાં છે મારો પંખીલોક?’
(મણિલાલ હ. પટેલ)

કવિતા

આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ

(સૉનેટમાળા : પ સૉનેટ)

૧. ઘર ભણી

ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,

વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;

સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન

ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,

સ્મૃતિદુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી.

લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી

સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને 

કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું

કળિત બનતું, ત્યાંયે ઊંડા મન કરણો સહુ

કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ

ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે

લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,

ત્યહીં ધૂમસથી છાયેલા તે વિષણ્ણ ઉજેશની

ટશર ગગને લાગી; જાગી દિશા અનુુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,

નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,

કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો, 

ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,

અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં

ધસી રહી શી! કો’ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન,

ઘર મહીં જતાં અંધારાએ ઘડી લીધ આવરી,

કિરણ-પરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ

જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,

રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની

જીવનબળને દેતી કહેતા કથા રસની ભરી,

પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,

નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,

સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,

અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું!

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!

પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.

અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ,

ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,

તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન

શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને

ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં

ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં

ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને

પથ વિહરવા કાજે! જેની અપૂર્ણ કથાતણા

ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;

નિજ રચિત, આનંદે જોતાં દગો, ભવિતવ્યને.

હજીય ઝરુખો એનો એ, હું અને વળી પંથ આ,

પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.

બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃન્દમાં.

સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,

અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

પ. જીવનવિલય


અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.

અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,

તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે

ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જો કે શમે, પણ એહના

અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ.

નહિવત્ બની રહેતું માટી મહીં, પણ બીજની 

તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે રૈ ને કરું અહીં દર્શન,

ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;

રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને,

નીરખું, નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,

અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.