સંચયન-૬૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 478: Line 478:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(ઉદ્દેશ : ઑક્ટોબર, ૧૯૯૮)}}
{{right|(ઉદ્દેશ : ઑક્ટોબર, ૧૯૯૮)}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 61 - 5 Satish Vyas.jpg|400px|center]]
{{color|Orangered|<big>નાટ્યલેખન (લેખ)</big>}}<br>{{color|DarkSlateBlue|~ સતીશ વ્યાસ }}<br>
{{Poem2Open}}
સામાન્યત: સર્જન અને સર્જનપ્રક્રિયા અંગે વાત કરીએ છીએ ત્યારે કાવ્ય, વાર્તા અને નવલકથા અંગે જ વિશેષ વિચારણા થાય છે. નાટ્યલેખન અંગે વાત થતી નથી એમ નહીં પણ અછડતી થાય છે. આ વિવિધ પ્રકારો દરમ્યાન તે પ્રકારના લેખકોએ પ્રકારવિશેષ અંગે સજ્જતા-સાવધાની રાખવાની જ હોય એ સમજી શકાય એવું છે. નિબંધ જેવા પ્રકાર વિશે તો એના આરંભકાળથી જ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે, નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી, પણ એ ઉચ્ચારનારે પણ નિબંધલેખન પ્રક્રિયા અંગે કોઈ ગંભીર વાત કરી નહીં. નાટ્યલેખન સંદર્ભે પણ કશી ઠોસ વિચારણા આપણે ત્યાં થઈ નહીં, થઈ શકી નહીં એનાં કારણોમાં આ સ્વરૂપ પરત્વેની આપણી ઉપરછલ્લી જાણકારી, કંઈક અંશે ઉપેક્ષાવૃત્તિ અને ઉદાસીનતા પણ કારણભૂત હશે.
નાટ્યલેખન અંગે વાત કરીએ ત્યારે આ કળાપ્રકાર પ્રસ્તુતિ સાથે સંકળાયેલો છે એનું પ્રથમ ધ્યાન રાખવું પડે. આ પ્રસ્તુતિનાં એકાધિક અંગો અંગે નાટ્યલેખકે સભાન બનવું પડે. એની સામે, લખતી વખતે, નિરંતર એનો પ્રેક્ષક બેઠો હોય છે. લેખકને એના આ પ્રેક્ષકની ઉપેક્ષા પરવડી શકે નહીં. આ પ્રેક્ષક નાટક જોવા માટે એનું ધન, એનો સમયનો ભોગ આપીને આવ્યો છે. એના પ્રત્યેનો અનાદર નાટ્યલેખક નહીં રાખી શકે. એની અપેક્ષાઓ, એનું સ્તર, એની ય સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા, એની સંવેદના આદિનો લેખકના મનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખ્યાલ રહેવાનો. નાટકના લેખકને માટે આ પ્રેક્ષક સમુદાય એનો આરાધ્ય છે. એની સાથેની છેડછાડ કે છેતરામણી એક પ્રકારનો અપરાધ જ બની રહે. એ સમુદાય બદલાતો રહે છે પણ નાટ્યલેખક માટે તો એ બદલાતો રહેતો સમુદાય વિશેષ કસોટીકારક છે. દરેક વખતે એની સામે એક નવી રમણી આવીને ઊભી હોય છે. એને લાડ પણ લડાવવા પડે, મધુર ઠપકો પણ આપવો પડે. પણ છે એ નિત્ય આરાધ્ય. એ રીતે જ નાટ્યલેખકે પ્રેક્ષકને રીઝવવાનો છે. ક્વચિત્ એની રુચિને ખીલવી એનું સંમાર્જન પણ કરવાનું છે. આ પ્રેક્ષક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સામાજિક છે. નાટ્યલેખક સામે સીધો જ એનો સમાજ છે. અલબત્ત નાટક લખતાં લખતાં એ પણ ધ્યાન રાખવાનું જ છે કે કલાસિદ્ધિ અર્થે આ જ સામાજિકતામાંથી, આજ સમકાલીનતામાંથી આ જ પ્રેક્ષકને એના નાટ્યપ્રપંચ દ્વારા એણે ઉપર ઉઠાવી બહાર પણ કાઢવાનો છે તેથી એ પ્રેક્ષકને સમસામાજિકતાથી પાર રહેતું માનવ્ય પરખાય અને એ દ્વારા કળામાં પ્રગટ થતા માનવ્યની એ સમ્મુખ થાય.
આમે ય નાટક અભિનેય કલાપ્રકાર છે. લેખકે ચતુર્વિધ અભિનયને અવકાશ મળે એમ નાટક લખવાનું હોય છે. આંગિક આહાર્ય સાત્વિકને જે-તે સ્થાને તક મળે એનું ધ્યાન રાખ્યા વિના મંચનું નાટક માત્ર શબ્દોથી ખખડ્યા કરે એ ન ચાલે. અહીં માત્ર કથા કહેવાની નથી. અહીં તો ‘કથવા’ કરતાં ‘કરવા’નો મહિમા છે. દલપતરામે નાટક માટે ‘કરી દેખાડવા’ જેવા શબ્દ-પ્રયોગો કર્યા છે એ સૂચક છે. અહીં સતત કંઈક કરવાનું છે. કાર્ય મહત્વનું છે. મંચ ઉપર નિરંતર ક્રિયાશીલતા રચાવી જોઈએ. એ મંદ કે ત્વરિત હોય એનો વાંધો નહીં, પણ કંઈક ચાલ્યા કરવું જોઈએ. સ્થગિતતાને અને નાટકને આડવેર છે.
ભલે કહેવાયું હોય નિબંધ માટે, પણ નાટક માટે તો એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ જેવીતેવી વાત નથી. અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે. પ્રસ્તુતિ દરમ્યાન ભૂલેચૂકે ય ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં ! મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે. લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે રિહર્સલ્સ જોવાં જોઈએ. પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ જોવું જોઈએ.
રમતજગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં વિઘ્નદોડ છે. એ પાર કરતાં કરતાં લેખકે લક્ષ્યગામિતા સિદ્ધ કરવાની છે.
{{Poem2Close}}
{{right|(પરબ, જૂન,૨૦૦૭ના અંકમાંથી ટૂંકાવીને )}}
[[File:Sanchayan 61 - 6.png|400px|center]]
==વિવેચન==
[[File:30. pramodkumar Patel.jpg|right|100px]]
{{color|Orangered|<big>વિવેચન વિશે</big>}}<br>{{color|DarkSlateBlue|~  પ્રમોદકુમાર પટેલ}}<br>
{{Poem2Open}}
કૃતિના સર્જનમાં તન્મય બની ચૂકેલા કવિને કે લેખકને, તત્ક્ષણ પૂરતી તો, તેની આસપાસના વાતાવરણમાં ચર્ચાઈ રહેલા આ કે તે સિદ્ધાંત કે વિવેચનવિચાર સાથે ભાગ્યે જ કશી નિસબત સંભવે છે. કશુંક સ્વયંભૂતાનું તત્ત્વ તેમાં કામ કરી રહ્યું હોય એમ તેને લાગે છે. કવિતા હોય કે વાર્તા, તેનો સર્જક તો પોતાની સંવેદના કે અંતઃપ્રેરણાને જ સચ્ચાઈથી ઓળખવા અને આલેખવા પ્રવૃત્ત થતો હોય છે. કૃતિનો વિધાયક સિદ્ધાંત (Shaping Principle) તેને તેની સંવેદનભૂત વસ્તુમાંથી જ મળ્યો હોય છે. તાત્પર્ય કે, રચનાની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતા સર્જકને તત્કાલ પૂરતો, વિવેચના આ કે તે સિદ્ધાંત કે વાદ સાથે, ભાગ્યે જ કશો સંબંધ રહે છે. પણ, જરા થોભીએ. સર્જનની ઘટના વિશેનું આ જાતનું વિવરણ હકીકતમાં અતિ સરલીકૃત નીવડવા સંભવ છે. કૃતિના નિર્માણમાં પરોવાયેલી સર્જકચેતના જે રીતે ગતિ કરતી રહે છે તે કંઈ હેતુશૂન્ય, પ્ર-વૃત્તિ હોતી નથી. વિશ્વસાહિત્યની મોટા ગજાની કોઈપણ કૃતિના રૂપવિધાનનો ખ્યાલ કરી જુઓ : ફ્લૉબૅરની વાસ્તવાવાદી કથા ‘માદામ બોવરી’ લો, એલિયટની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિ ‘ધ વેસ્ટ લૅન્ડ’ લો, કાફકાની પ્રતીકાત્મક રીતિની ‘ધ કેસલ’, કે બેકેટની બેનમૂન ઍબ્સર્ડ નાટ્યકૃતિ ‘વેઈટિંગ ફોર ગોદો’ લો - એ દરેકને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ આકૃતિ એ કંઈ આકસ્મિક નીપજ નથી. એ દરેક સર્જકને, આગવા રહસ્યબોધને અનુરૂપ, આગવી આકૃતિની અપેક્ષા હતી. સંપ્રજ્ઞ બુદ્ધિથી તેમણે આગવી રીતે એના આકારની માવજત કરી છે. પણ પોતાના રહસ્યાનુભવને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકાય એટલા પૂરતો જ એ પ્રશ્ન નહોતો : કળાની જે પ્રવૃત્તિમાં પોતે રોકાયો છે તેનો પરમ આદર્શ શો હોઈ શકે. અથવા પોતાની વિશેષ સંવેદનાને રૂપબદ્ધ કરવામાં કઈ રચનારીતિ સાર્થક ઠરે, અથવા પોતાને અભિમત અર્થો અને મૂલ્યો ભાવકો સુધી શી રીતે સફળતાપૂર્વક સંક્રમિત થઈ શકે- એવા એવા પ્રશ્નો તેમને ઓછેવત્તે અંશે રોકી રહેતા હોય એમ પણ જોવા મળશે. જો કે દરેક સર્જક આવા પ્રશ્નો વિશે હંમેશાં સ્પષ્ટ હોય જ એવું પણ નથી. પણ આખાય યુગ પર છવાઈ જતી પ્રતિભાઓ પોતાની સર્જનપ્રવૃત્તિ નિમિત્તે ઘણી બાજુએથી ચિંતન કરતી હોય છે. ‘પેરિસ રિવ્યૂ’ એ પશ્ચિમના અનેક અગ્રણી લેખકોની જે ‘મુલાકાતો’ ‘The Writers a Work’ના પાંચ ગ્રંથોમાં બહાર પાડી છે, તેમાં દરેક સર્જકની પ્રખર બૌદ્ધિકતાનો સુખદ પરિચય થાય છે. માત્ર પોતાની કળાનિર્માણની પ્રક્રિયા વિશે જ નહિ, પોતાના સર્જનના પ્રેરણાસ્ત્રોતો, રચનારીતિના પ્રશ્નો, સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નોનો મુકાબલો, સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ - એમ અનેક દૃષ્ટિકોણથી તેઓ વિચારવિમર્શ કરી ચૂક્યા જણાશે. એ જ રીતે, ‘The Faith of An Artist’ (સં. જ્હોન વિલ્સન) ગ્રંથમાં પશ્ચિમના આ સદીના કેટલાક અગ્રણી લેખકો અને કળાકારોની જે અંગત કેફિયતો રજૂ થઈ છે, તે પણ આ દૃષ્ટિએ ઘણી દ્યોતક નીવડશે. કળા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયોમાં તેમની મૂલ્યપ્રતીતિ અને માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. વિવેચનની પ્રવૃત્તિઓ, મને લાગે છે કે, લેખકોનાં આ જાતનાં મનોવલણોને સંસ્કારવામાં કે તેને ઘાટ આપવામાં, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપેય, મોટો ફાળો આપે છે, આપી શકે છે. હકીકતમાં, જાગ્રત અને જવાબદાર વિવેચન સર્જાતા જતા સાહિત્યના પ્રાણપ્રશ્નોને સતત છણતું રહે છે. સાહિત્યના સિદ્ધાંતો કે વાદોની ચર્ચા કરે છે ત્યારે, કે કૃતિલક્ષી વિવેચનમાં રોકાય છે ત્યારે, કળાનાં ઉચ્ચતર મૂલ્યો સાથે તે પોતાની નિસબત પ્રગટ કરે છે, કરી શકે છે. તાત્પર્ય કે, સર્જાતા સાહિત્યને અનકૂળ બને તેવી Critical Climate ઊભી કરવા તે પ્રયત્નશીલ રહે છે.
{{Poem2Close}}
{{right|- વિવેચનની ભૂમિકામાંથી}}