સંચયન-૬૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 550: Line 550:
[[File:Sanchayan 61 - 11.jpg|right|200px]]

ચિત્રકાર એન. એસ. બેન્દ્રે (૧૯૧૦-૧૯૯૨)ના ચિત્રોમાં લોકજીવનની વિશેષતાઓ અને પ્રસંગો આગળ પડતાં હોય છે. નદી કિનારા, કૂવા, ઘાટો, મંદિરો, બજારો, દુકાનો, શાકભાજી વેચનારા, પરબ, કરગઠિયાં વીણતી ગ્રામનારીઓ વગેરે તેમની પીંછીની સૃષ્ટિ છે, તેઓ વારંવાર કહેતા કે ચિત્ર આંખોથી નહીં પણ મનથી જોવું જોઈએ. તેમણે “હિમાલયનું ચા-ઘર” એક ચિત્ર કર્યું છે. એક નાની હિમાલયની પહાડીઓમાં ચાની દુકાનનું સંયોજન ખૂબજ સુંદર છે. જેમાં પાત્રોના થાક અને ભાવ સરસ રીતે ઝીલાયા છે. કાઠિયાવાડની કુંભાર સ્ત્રીઓના ચિત્રમાં માથે ટોપલામાં ખૂબ માટલાં ભર્યાં હોય અને તેના ભારથી લચકાતી ચાલે ચાલતી સ્ત્રીઓમાં લયાત્મક રેખા દ્વારા સુંદર છંદગતિ પીંછીના લસરકાઓમાં ઉતરી છે. બેન્દ્રે હંમેશાં કહેતા કે “કલાકાર જે સમાજમાં રહે છે એ સમાજ પ્રત્યે એનું ઋણ છે, અને મને લાગે છે કે કલાકારનાં સર્જનોનો અાસ્વાદ એ સમાજ પામે, પોતાનાં સર્જનોનો ભાગીદાર એ સમાજ બને એ જોવાનું કલાકારનું કર્તવ્ય છે” સૌરાષ્ટ્રનું માલધારી જીવન અને રાજસ્થાનના લોકજીવન ઉપરાંત મહેનતું ગ્રામનારીઓ તેમના ચિત્રોનો વિષય રહી છે. તેમનું ક્યુબીક શૈલીમાં ‘ભરવાડણ’ નામનું ચિત્ર તેમના સંયોજનની ખૂબી છે, ચોખા છડતી સ્ત્રીઓ, ઝાબુઆના ભીલ, ચારાનો સમય, કમળ વેચનારીઓ, હાથશાળ પર કામ કરતી સ્ત્રીઓ, રાજકોટનો રમકડાં બનાવનાર પોઈન્ટાલીઝમની ઉત્તમ કૃતિઓ છે. તેમનાં સંયોજનોની સરળતા અને તેનો સૌંદર્યબોધ આધુનિક ભારતીયકળાનું શ્રેષ્ઠ સોપાન છે. ગુજરાતમાં વડોદરા ફાઈન આર્ટસ્ ફેકલ્ટીમાં વર્ષો સુધી સેવાઓ આપી અનેક સર્જનો કર્યાં.

[[File:Sanchayan 61 - 12.png|center|700px]]
કનુ દેસાઈ (૧૯૦૭-૧૯૮૦)નું નામ ગુજરાત માટે જરાય અજાણ્યું નથી. કલાક્ષેત્રે એમણે ગુજરાતને અનેરું સ્થાન અપાવ્યું છે અને વિદેશમાંય નામના મેળવી છે. તેમનાં ચિત્રો વિશે વાત કરતાં પહેલાં મારે અહીં તેમના જીવનનો એક પ્રસંગ ટાંકવો છે. શાંતિનિકેતનથી અમદાવાદ આવીને પૂર્વ શરત પ્રમાણે એમણે ત્રણ વર્ષ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. બીજે જ વર્ષે ગાંધીજીએ ૧૨મી માર્ચે-જોગાનુંજોગ કનુ દેસાઈના જન્મ દિવસે-દાંડી યાત્રાની શરૂઆત કરી. કનુભાઈ એ યાત્રાને ચિત્રાંકિત કરવા એમાં જોડાયા પણ પોલીસે એમને પકડ્યા, મારમારીને પાસે જે કાંઈ હતું તે આંચકી લઈ છોડી મૂક્યા. એ નોંધો તો ગઈ પણ એની સ્મૃતિ પરથી કનુભાઈએ ‘ભારત પૂણ્ય પ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યા. સરકારે એ પણ જપ્ત કર્યો. આ સંપુટ પર એમણે એ સમયે અશોકસ્તંભના ત્રણ સિહોનું એક સંજ્ઞા ચિત્ર મૂક્યું હતું. સત્તર વર્ષ પછી સ્વતંત્ર ભારતની સરકારે એ જ સ્તંભ પર રાષ્ટ્રીય સંજ્ઞા તૈયાર કરી. આ એક યોગાનુયોગ હોઈ શકે-પણ રાષ્ટ્રસંજ્ઞા તરીકે તે સમયે કનુભાઈએ કરેલી પસંદગી પાછળ તેમની કલ્પના અને સૂઝમાં ભારતીયતાનું કેવું અખિલપણું હતું એ કલ્પી શકાય.

કનુ દેસાઈએ કરેલાં શ્રમિકોનાં ચિત્રોની વાત કરીએ તો એમનું એક ચિત્ર ‘ખરે બપોરે’ શીર્ષકવાળું છે. જેમાં માએ પોતાના વસ્ત્રહીન બાળકને તેડ્યું છે. માથે ટોપલામાં જે સામાન દેખાય છે તે પરથી આપણે જાણી શકીએ કે એ ખેડૂતની પત્ની છે સાથે માથે ઢોચકી ઉપાડીને આગળ એની દિકરી ચાલે છે. પીળા રંગની પૃષ્ઠભૂમિ પર શોભતું આ ચિત્ર ખરેખર બપોરના તડકાનો અનુભવ કરાવે છે. અને ખાસ તો એ ખેડૂત સ્ત્રીના પોતાના પગ બળતા હોય એ સહેજ ઊંચી ચાલે ચાલે છે. તે ચિત્રકારે બખૂબી પકડ્યું છે. બીજું ચિત્ર “રાત્રીના ઓળા” જગતની રાત્રી પડે છે. ત્યારે જેમના નિર્વાહનો દિન શરૂ થાય છે એવા, આપણા સમાજના કલંકરૂપ આ અજીઠું ઉઘરાવનારાંના જીવનમાં પણ કલાકારે કવિતા જોઈ તે ચિત્રમાં આલેખી છે. રાત્રીની સાથે જ જેમનું જીવન તત્ત્વ જોડાયેલું છે. તેમના જીવનના ઓળા (પડછાયા) ઊગી રહેલા ચંદ્ર વાળી રાત્રીના ઓળાઓ જેવો અર્ધ પ્રકાશિત અર્ધઅંધારા, અને મધુરંગી ચંદ્રના પ્રકાશ જેવા ઘેરા વિષાદભર્યા ગહન મધુર હોય છે. શહેરની બહારનાં તેમના રહેઠાણો તરફ જવાના ઊંચીનીચી ટેકરીઓવાળા આ માર્ગ જેવો આશાનિરાશાઓથી ભરેલો એમનો જીવનમાર્ગ હોય છે. એમના ‘તોફાન’ નામના ચિત્રમાં માછીમાર પતિ-પત્ની પોતાના બાળકને લઈને ભારે સામાન સાથે ઝડપભેર દોડી રહ્યાં છે. વરસાદનું તોફાન પૃષ્ઠ ભૂમિમાં સુંદર રીતે દર્શાવ્યું છે. માછીમારની લાંબા ડગલાંની ફાળ સાથે જ તેની પત્નીનાં ડગલાંની હરણફાળની જુગલબંદી ગતિનું સંગીત સર્જે છે.

[[File:Sanchayan 61 - 13.png|center|700px]]
છગનલાલ જાદવ (૧૯૦૩-૧૯૮૭)નાં ચિત્રોમાં ખૂબજ સરસ રીતે ‘શ્રમિક’ વિષય આલેખાયો છે. ગાંધીયુગની સીધી અસર હેઠળ સમાજના સાવ નીચલા થરના લોકમાં પણ જાગૃતિની સંજીવની પ્રસરતાં જે નવચેતન આવ્યું તેનાં અનેક સારાં પરિણામોમાં છગનલાલ જાદવ જેવા કલાકાર ગુજરાતને મળ્યા તેમ ગણાવી શકાય. ગૂજરાત વિદ્યાપીઠમાં છગનભાઈની ચિત્રકળા દીક્ષા પામી. તેમણે જે સાધકની શ્રદ્ધા અને ધીરજ વડે ચિત્રકળાની આરાધના કરી તેના પરિણામે આજે ગુજરાતના અગ્રગણ્ય કળાકાર છે. ‘રંકની કલા’ નામનું ચિત્ર ૧૯૩૭માં બોમ્બે આર્ટ સોસાયટીના ચિત્રપ્રદર્શનમાં શ્રેષ્ઠ જલરંગી ચિત્ર તરીકે ઈનામ પામેલું ખૂબજ અદ્ભુત ચિત્ર છે. આ ચિત્રમાં ખોળામાં રમતા બાળક પર નજર રાખી હાથની આંગળીઓ પર તેનાં લાડ પૂરનારી આભલાભરી આ રંગીન ટોપીનો વિચાર કરીએ તો આપણે અનુભવી શકીએ કે, મહેનત મજૂરી બાદ ગરીબ જનો જે સ્વસ્થતાથી પોતાના ઝૂંપડાને આંગણે રાબની મીઠાશ માણતાં રંક ઘરમાં પણ કલાની ગંગાનું પુનિત વાતાવરણ રેલાવે છે. તેનું પ્રતિબિંબ અહીં ઝીલાયું છે. તંબૂ જેવા બાંધેલા ઝૂંપડાને આંગણે એકજ પાત્ર મૂકીને આખી જનતાનો ચિતાર એમાં રજૂ કર્યો છે. બીજું ચિત્ર “સરાણિઓ” નામનું છે. હવે તો આ વ્યવસાય અને કોમ બંન્ને લુપ્ત થઈ ગયાં છે. ઉમદા સંયોજનથી સરાણિયા પતિ-પત્નીના જીવનનો લય અને સંતોષ તેમના શ્રમથી પુલકિત થઈ ઉઠે છે. રંગો-રેખાઓ અને વસ્તુઓની ગોઠવણી ખૂબજ સુંદર છે.

[[File:Sanchayan 61 - 14.png|center|700px]]
‘રંગ પરિધાન’ના શીર્ષકવાળું આ ચિત્ર છીપા કોમની કપડાં પર છાપ પાડતી સ્ત્રીનું છે. આ કળા પણ લુપ્ત થવાને આરે છે. કારીગરીની કુશળતા આ ચિત્રમાં વરતાય છે. સ્ત્રીની પાસે ઉભેલો બાળક પણ ધ્યાનમગ્ન થઈ પોતાની માતાના ક્રિયાકલાપનું કૌશલ જોઈ રહ્યો છે. તે ભાવ ચિત્રકારે ખૂબજ સુંદર રીતે પકડ્યા છે. ‘કાઠિયાવાડનું ખેડૂત કુંટુંબ’ નામના ચિત્રમાં કલાકારે સ્થાન પર બેસીને કરેલા આ ત્વરિત રંગાલેખમાં કાઠિયાવાડના ભાંગતા ખેડૂતની ગરીબી સ્પષ્ટ ડોકાઈ રહેલી છે. આવા જ એક અન્ય ચિત્ર ‘આભ-ધરતીનો ઉપાસક’માં ચિત્રકાર ખેડૂત કુટુંબ ખળામાં ધાન છે, તે દરમ્યાન પોરો ખાઈને શિરામણ લેતો ખેડૂત અને બાળકને પૂળાના ઓઘા નીચે બેસી બાળકને ધવડાવતી તેની પત્ની ખૂબજ સુંદર રીતે આલેખાયાં છે. ‘માછીમારનું કુટુંબ’ નામના ચિત્રમાં દરવાજે પોતાની દિકરી સાથે ઊંબર પર ઉભી રહેલી સ્ત્રી પોતાના બાળકને માછલી પકડવાની જાળ તૈયાર કરતો જોઈ રહી છે. સ્ત્રીના ચહેરા પરના વિષાદ અને આચર્યના ભાવ ઉડીને આંખે વળગે છે. દરવાજે બાંધેલું તોરણ પોતાના પતિના આગમનની તૈયારીનું સૂચક બને છે.

[[File:Sanchayan 61 - 15.png|center|700px]]
રસિકલાલ પરીખ (૧૯૧૦-૧૯૮૨) રાજપીપળા સ્ટેટના વાલિયા ગામે મોસાળમાં તેમનો જન્મ થયો હતો. અમદાવાદના સી.એન. કલા મહાવિદ્યાલયના આચાર્યપદે ઉત્તમ સેવાઓ આપી. તેમનાં શ્રમિકો વિષયક ચિત્રોમાં ‘નવધાન્ય’ નામના ચિત્રમાં ખેડૂત સ્ત્રી પોતાની કાંખમાં ઢોરને નિરવાનો ચારો લઈને જતી હોય તે છે. વાતાવરણ ચોમાસા પછીના દિવસોનું છે તે આકાશની લાલીમા પરથી દેખાય છે. હરીયાળો ભૂભાગ પણ તેનો સૂચક છે. સ્ત્રીની અદાયગી, કેડમાં ખોસેલો સાડીનો છેડો અને હાથમાં દાતરડું રાખીને ઊભી છે, તેમાં કલાકારની કુશળતા દેખાય છે. ‘શ્રમની શોભા’ નામના ચિત્રમાં માટી ખોદીને બીજા સ્થળે લઈ જતાં મજુરો છે. જેને આપણે તે સમયે ઓડ કહેતા, આપણી ભવાઈના વેશની નાયિકા ‘જસમા’ આ ઓડ જ્ઞાતિની છે અને સહસ્ત્રલિંગ તળાવ ખોદવા પાટણ આવેલી તે કથા જાણીતી છે. પુરૂષ પાત્ર માટી ખોદીને ટોપલામાં ભરી આપે છે અને સ્ત્રીઓ યોગ્ય જગ્યાએ એ ટોપલાઓ ઠાલવતી હોય છે. ચિત્રકારે શ્રમની પરિસ્થિતિની શોભાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રના સંયોજનનો લય ખૂબજ સુંદર રીતે ચિત્રકારે પ્રયોજ્યો છે. પાત્રોની સાદગી અને પ્રવૃત્તિ દ્વારા આપણને શ્રમની સંવાદિતાની અનુભૂતિ થાય છે.

સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪) કલા એટલે શું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે કલાની સંપૂર્ણ વ્યાખ્યા આપવી અઘરી છે. પણ એક ખયાલ એવો ખરો, કે જે કલા જીવનને સૌંદર્યદૃષ્ટિ આપીને સરસતાનો ઉર્ધ્વ માર્ગ બતાવે તે આદર્શકલા. ચિત્રકાર સોમાલાલ શાહે તો ઘણાં ચિત્રો સર્જ્યાં છે. પણ અહીં આ ખાદીધારી ચિત્રકારે શ્રમિકોનાં જે ચિત્રો કર્યાં છે. તેની વાત કરીએ તો સૌ પ્રથમ ધ્યાન ખેચેં તેવું તેમનું ચિત્ર એટલે ‘સૌરાષ્ટ્રનું માલધારી કુટુંબ’ સૌરાષ્ટ્ર તરફથી માલધારીઓ જ્યારે ઉનાળામાં ગુજરાત તરફ આવતાં હોય તેવાં દૃશ્યો આજેય આપણને જોવા મળે છે. તેમના ચિત્રમાં બે ઊંટ, ઘેટાં બકરાં, ગધેડાં અને માલધારી કુટુંબનાં સ્ત્રી પુરૂષો ખૂબજ સરસ રીતે ચિત્રમાં સંયોજિત થયાં છે. ઊંટ ઉપર બેઠેલા વૃદ્ધ પુરુષની સાથે નાનો પૌત્ર, બીજા ઊંટ પર નાનાભાઈને ખોળામાં લઈને બેઠેલી બહેન અને ઘરનો સામાન ગાદલાં-ગોદડાં, ખાટલી વગેરેને ખૂબજ સરસ રીતે ચિતર્યાં છે. આખાયે ચિત્રનો પરિવેશ ખૂબજ આકર્ષક થયો છે. દરેક પાત્રોના ભાવ અને શરીર રચના ઉપરાંત વસ્ત્રવિન્યાસ પણ આબેહૂબ છે.