ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વરસાદમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
વરસાદમાં
(+1) |
(No difference)
|
Revision as of 01:13, 5 April 2024
ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર પોતે બખ્તર જેવું લાગે છે
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ :
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે
મોસમની હિલચાલ જ છે આશાવાદી
સોળ અચાનક સત્તર જેવું લાગે છે
ખુલ્લા ડિલે ઊભેલું આ વૃદ્ધ મકાન
એક એક ટીપું શર જેવું લાગે છે!