સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આનું નામ અંત્યોદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જ્યારે ગાંધીજીએ ગોધરામાં એક હરિજન આશ્રમનો પ્રારંભ કર્યો...")
 
(No difference)

Latest revision as of 07:13, 27 May 2021

          જ્યારે ગાંધીજીએ ગોધરામાં એક હરિજન આશ્રમનો પ્રારંભ કર્યો અને મામાસાહેબ [ફડકે] જેવા એક તપસ્વી બ્રાહ્મણે એ કામ માથે લીધું, ત્યારે ગોધરાના ઢેડ લોકો કહેવા લાગ્યા કે, ભંગીઓને અમારી સાથે બેસાડશો, તો અમે તમારા આશ્રમમાં આવવાના નથી. ગાંધીજીએ કહ્યું, “એમ જ હોય તો અમે ભંગીઓથી પ્રારંભ કરીશું. આશ્રમમાં ભંગી વિદ્યાર્થીઓને પ્રથમ દાખલ કરીશું. એમની સાથે બેસવા જે બીજાઓ તૈયાર હોય તે ધીરે ધીરે આશ્રમમાં આવશે. પ્રારંભ તો ભંગીઓથી જ થશે.” આનું નામ અંત્યોદય. જે લોકો વધારેમાં વધારે પછાત છે, દબાયેલા છે, ઉપેક્ષિત છે, તેમની સેવાથી પ્રારંભ કરવો જોઈએ.