સિગ્નેચર પોયમ્સ/પ્રાર્થના ગીત : તું તારા દિલનો – ભોગીલાલ ગાંધી: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રાર્થનાગીત
(+1) |
(No difference)
|
Latest revision as of 02:41, 20 April 2024
ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.