ચાંદરણાં/ધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:53, 22 April 2024


28. ધર્મ


  • ધર્મ ધંધો બને છે પછી એને બજાર પણ મળી રહે છે.
  • ધર્મ હવે સરકારોને જીવાડવા-મારવાનું મહત્ત્વનું કામ કરે છે!
  • ધર્મ નથી પાળતા તેઓ પણ બંધ પાળે છે!
  • ધર્મ ચાલતો નથી, એ માણસ પર સવારી કરે છે.
  • બીજો ધર્મ છે એટલે પારકો ઈશ્વર પણ છે.
  • લાગણી તો પહેલાં પણ હતી, પણ ધર્મ નહોતો એટલે દુભાતી નહોતી!
  • કમજોર ધર્મ પોતાની આસપાસ દીવાલો ઊભી કરે છે.
  • માણસને વિભાજિત કરે તે ધર્મ કહેવાય!
  • ધર્મ નિર્બળ હશે એટલે એનું રક્ષણ કરવું પડતું હશે.
  • મઝહબી ચશ્મા પહેરે તેને ગોગલ્સનો ખર્ચ બચી જાય!