અનુનય/શિશુની કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
શિશુની કવિતા
(+1) |
(No difference)
|
Latest revision as of 02:40, 26 April 2024
બાળકે કાગળમાં કરેલા
આડાઅવળા લીટા વચ્ચે હું
હારબંધ શબ્દોમાં કવિતા લખવા જાઉં છું
ત્યારે
આનંદવર્ધન, શિખા ઉપર હાથ ફેરવતા
બોલી ઊઠે છે :
काव्यस्य आत्मा ध्वनिः ।
કવિ મૅકલીશ પાઈપના ઊંચે ચઢતા ધુમાડાના
અમળાતા અક્ષરોમાં ઉદ્ગારે છે :
A poem should not mean but be!
હું
બાળકે કરેલા આડાઅવળા લીટા વચ્ચે
કવિતા લખવાનું માંડી વાળું છું!
બાળકે લખેલી કવિતા વચ્ચે
આડાઅવળા લીટા કરવાનું માંડી વાળું છું.
૨૬-૮-’૭૬